(એજન્સી) મુંબઈ, તા.૧૪
બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે કાર્ય કરતી વખતે જજ અભય એમ.થિપ્સેએ સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં આરોપીઓની ચાર જામીન અરજીઓની સુનાવણી કરી હતી જેમાં ગુજરાત પોલીસના વણઝારા, નરેન્દ્ર અમીન અને બી.આર.ચૌબે સામેલ હતા. એમાંથી એમણે ર૦૧૩માં અમીનને અને ર૦૧૪માં વણઝારાને જામીન આપ્યા હતા.
પણ નિવૃત્તિ ના એક વર્ષ પછી એ કહી રહ્યા છે કે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બી.એચ.લોયાના મૃત્યુ કેસની સુનાવણીના વિવાદથી એ અન્ય જજો દ્વારા અપાયેલ આદેશોની તપાસ કરવા પ્રેરાયા છે.
સોહરાબુદ્દીન શેખના કેસ બાબત એમણે કહ્યું કે જજ લોયાના મૃત્યુની તપાસ માટે વિવાદો શરૂ થયા છે. મને મળતા સમાચારો મુજબ એવી ઘણી બાબતો સામે આવી રહી છે જે કુદરતી છે. જજ લોયાના મૃત્યુ બાબતે એમણે કહ્યું કે, આ મૃત્યુ અકુદરતી હતું. આના માટે જજ લોયાના કોલ ડિટેલ જોવા જોઈએ.
લોયાની સીબીઆઈ કોર્ટમાં નિમણૂક બાબતે એમણે કહ્યું કે પહેલાં એ સેશન્સ કોર્ટમાં જજ હતા અને પછી એમને હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં નિમણૂક અપાઈ અને ચાર જ મહિનામાં એમને ફરી સેશન્સ કોર્ટની સમકક્ષ સીબીઆઈ કોર્ટમાં મોકલાયા. જ્યારે એક જજને હાઈકોર્ટમાં નિમણૂક અપાય છે તો એમને ફરીથી પાછું સેશન્સ કોર્ટમાં મોકલવાની પ્રથા જ નથી. મોટાભાગે ત્રણ વર્ષે બદલી કરાય છે પણ એમની બદલી ૪ મહિનામાં જ કરી દેવાઈ જે શંકાસ્પદ છે.
બનાવટી એન્કાઉન્ટર બાબતે ચૂપકીદી તોડવાના પ્રશ્ન બાબત એમણે કહ્યું કે એમાં હું ખૂબ જ અગવડતા અનુભવું છું કારણ કે મેં આ મામલાને ઉકેલ્યું હતું. ૩૮ આરોપીઓમાંથી ૧પ આરોપીઓને મુક્ત કરાયા હતા. હું વણઝારાને જામીન આપવાની તરફેણમાં ન હતો પણ મને સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવું પડયું. સુપ્રીમકોર્ટે સહઆરોપીઓ રાજકુમાર પાંડિયન અને બી.આર.ચૌબેને જામીન આપ્યા હતા.
આ મામલે ફેરતપાસ માટે એમણે હા કહી હતી. એ સાથે કહ્યું કે જો કે આરોપીઓને જામીન અપાયા હતા. તે વખતે કોઈએ પણ એવું કહ્યું ન હતુું કે કેસમાં કોઈ પ્રથમ દર્શનીય તથ્યો નથી. બધાએ કહ્યું હતું કે અન્ય આરોપીઓને જામીન અપાયા હોવાથી સમાનતાના આધારે જામીન અપાયા હતા. જો કોઈ પ્રથમ દર્શનીય કેસ જ ન હતો તો જામીન ફકત પૂછવા માટે અપાય છે.
આરોપીને વારેઘડી જામીન માટે ઈન્કાર કરાય છે અને જેલમાં થોડો સમય વિતાવ્યા પછી મુક્ત કરવામાં આવે છે. આ ખૂબ જ હાસ્યાસ્પદ છે અને મારા મતે આ સામાન્ય જ્ઞાનથી પણ વિરૂદ્ધ છે કે કઈ રીતે એક વ્યક્તિ જે જામીન મેળવવાથી વારેઘડી વંચિત થઈ જતી હોય અને કોર્ટને પાંચ-સાત વર્ષ પછી ખબર પડે છે કે કોઈ પ્રથમ દર્શનીય કેસ જ બનતો નથી. એવું નથી થતું એ માટે ઉચિત આદેશ પહેલાં આ આદેશોની ખરી રીતને તપાસ થવી જોઈએ અને હાઈકોર્ટે આ બાબત પ્રત્યે ધ્યાન આપવું જોઈએ.
આ મામલામાં જોવા મળતી વિસંગતતાઓ જણાવતા એમણે કહ્યું કે અમુક આરોપીઓને એ કહી મુક્ત કરાયો છે કે, એમની સામેના પુરાવાઓ નબળા છે અને એ જ પુરાવાઓના આધારે અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવે છે. આરોપીઓને જામીન આપવાના આદેશ બદલ એમણે કહ્યું કે આ મામલે કોઈ સીમાઓ ન હતી. સિવાય કે સુપ્રીમકોર્ટે જામીન આપ્યા હતા.
આરોપીઓ જામીન અરજીની તાત્કાલિક સુનાવણી ઈચ્છે છે. આ મામલામાં એમણે ફકત અરજી દાખલ કરી અને પડતર રાખી. આ પોતે જ શંકાસ્પદ બાબત છે. મોટેભાગે એવું નથી થયું. ૯૯ ટકા કેસોમાં જામીન બાબતે આરોપીઓ સુનાવણી માટે ઉતાવળ કરે છે. જો કોઈ વ્યક્તિ જામીન અરજીને પડતર રાખવા એક બે વર્ષ રાહ જુએ છે તો એ દરમિયાન જજોની બદલી થઈ જાય છે જે પોતાની મેળે જ શંકાસ્પદ છે અને એની તપાસ થવી જોઈએ.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ન્યાયિક સિસ્ટમની નિષ્ફળતા છતી થઈ છે : બોમ્બે હાઈકોર્ટે ફેરવિચારણા કરવી જોઈએ : પૂર્વ જજ – અભય એમ.થિપ્સે

સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં જે રીતે ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા આરોપીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એ ન્યાયિક પ્રક્રિયાની ખૂબ જ વિસંગતતા જણાઈ આવે છે. એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સાક્ષીઓ ભય અને દબાણ હેઠળ છે, પુરાવાઓ સાથે છેડછાડ કરાઈ છે. બધા જ મુદ્દાઓથી એ ન્યાય વિતરણની નિષ્ફળતા છતી કરે છે. બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ અભય એમ.થિપ્સેએ ઉપરોકત અવલોકનો કર્યા છે. એમણે આ કેસમાં ચાર આરોપીઓની જામીન અરજીની સુનાવણી કરી હતી. એક ઈન્ટરવ્યુમાં નિવૃત્તિ પછી પહેલી વખત એમણે ખુલાસાઓ કર્યા છે. એમણે કહ્યું બોમ્બે હાઈકોર્ટ પોતાની રિવિઝન સત્તાઓનો ઉપયોગ કરી કેસને ફરીથી જોવું જોઈએ. એ માટે ભલે પોતાની મેળે તપાસ શરૂ કરવી જોઈએ. એમણે વધુમાં કહ્યું કે કોર્ટ માને છે કે, અપહરણ થયું હતું અને પ્રાયોજિત એન્કાઉન્ટર હતું તેમ છતાંય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ કેસના અમુક પાસાઓ શંકા ઉપજાવે છે જે સામાન્ય માનવીની પણ સમજની વિરૂદ્ધ છે.