(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
જમીયતે ઉલેમાએ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ સ્પષ્ટતા કરી છે કે, તેમણે મૌલાના સલમાન નદવી પર કોઇ ટિપ્પણી નથી કરી અને કરશે પણ નહીં. મૌલાના નામવર આલિમે દીન છે અને તેમને લઇ મને ટાંકતા જે અહેવાલો આવ્યા છે તે પાયાવિહોણા છે. હું આવી રાજનીતિમાં સામેેેલ થવા માગતો નથી. મૌલાના સલમાન નદવીના મુદ્દાને લઇ તેમણે કહ્યું કે, આજે સમય વિવાદનો ઉકેલ લાવવાનો છે નહીં કે એકબીજા આરોપ પ્રતિઆરોપ કરવાનો. મારો હંમેશા એજ પ્રયાસ રહ્યો છે કે, સમાજમાં સૌહાર્દ પેદા થાય અને આ મામલે જે પણ ગેરસમજ થઇ છે તેને દૂર કરવામાં આવે. આ બાબતને હવે યોગ્ય કરવી જોઇએ. બાબરી મસ્જિદ અંગે મૌલાનાએ કહ્યંુ કે, સુપ્રીમ કોર્ટને જે નિર્ણય આવશે તે જમીયત ઉલેમાએ હિંદને મંજૂર હશે અને હવે મૌલાના સલમાન નદવી પણ એમ જ કહી રહ્યા છે તેથી આવી વાતો પર કોઇ ચર્ચા થવી જોઇએ નહીં. મેં પહેલા પણ કહ્યું હતું કે, મૌલાના સાથે બેસીને વાત કરી હોત તો આવી સ્થિતિ ના સર્જાઇ હોત. જ્યારે મૌલાનાએ પોતે જ સુપ્રીમ કોર્ટના નિર્ણયને માનવાની વાત કરી છે તો હવે કોઇ મુદ્દો ઉપસ્થિત થતો નથી.