(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની ધરપકડનો ઘટનાક્રમ કોઈ હિન્દી ફિલ્મની વાર્તા જેવો રહ્યો હતો. વિકાસ દુબેએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સંજય દત્તની ફિલ્મ ‘ખલનાયક’ ઢબમાં કહ્યું હતું કે, ‘મેં હું વિકાસ દુબે, કાનપુરવાલા’ એક વાયરલ ફોટોમાં જોવામાં મળ્યું હતું કે, દુબે મંદિર પરિસરના બાકડા પર આરામથી બેઠો હતો. વિકાસ દુબેએ ૧૯૯૦ના દશકમાં ફિલ્મ અભિનેતા સન્ની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ની જેમ ગુનાખોરીની દુનિયામાં ડગ માંડયા હતા. વિકાસ દુબેની ધરપકડના અહેવાલોને ઉત્તરપ્રદેશની પોલીસે સમર્થન આપ્યું હતું. મધ્યપ્રદેશ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી પોલીસ કોઈને પણ છોડતી નથી. અમારા બહાદૂર પોલીસ કર્મીઓએ વિકાસ દુબેને દબોચી લીધો. મિશ્રાએ જણાવ્યું હતું કે, દુબેની ધરપકડની સિલસિલેવાર માહિતી બાદમાં પોલીસ દ્વારા આપવામાં આવશે. દુબે બાળપણથી જ ક્રૂર હતો. પોલીસ તેના મામલે વધુ સચેત છે.