(એજન્સી) તા.૧
ચેચનિયા ગણરાજ્યના પ્રમુખે જણાવ્યું છે કે, તે પોતાનું પદ છોડવા માટે તૈયાર છે, પરંતુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રાં વિશે આપેલા પોતાના નિવેદનને પરત લેશે નહીં. સમાચાર મુજબ ચેચનિયા ગણરાજ્યના પ્રમુખ રમઝાન કદીરોફે ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિશે પોતાના વર્તમાન નિવેદન પર ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. જો કે, કદીરોફે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના કાર્ટૂનના પ્રકાશનના ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ દ્વારા સમર્થનની ટીકા કરી હતી. કદીરોફે જણાવ્યું હતું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઉશ્કેરણીજનક પગલાં ભરી રહ્યા છે અને વાસ્તવિકતામાં મેક્રાં મુસ્લિમોને અપરાધ કરવા પર ઉશ્કેરે છે. ચેચનિયાના પ્રમુખ રમઝાન કદીરોફે ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ મેક્રાંને માંગ કરી હતી કે, તે ઈસ્લામ ધર્મની વિરૂદ્ધ પોતાના હુમલાઓને બંધ કરે આ પહેલાં કે વિલંબ થઈ જાય. ચેચનિયાના પ્રમુખ કદીરોફના આ નિવેદન પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના પ્રવક્તા દેમીત્રી પેસકોવે જણાવ્યું હતું કે, રશિયા ગણરાજ્યોના પ્રમુખોને વિદેશ નીતિઓ વિશે નિવેદન આપવાનો અધિકાર નથી અને આ પ્રકારના મુદ્દાઓમાં રશિયન રાષ્ટ્રપતિના વલણ મુજબ કામ કરવું જોઈએ. પુતિનના પ્રવક્તાના આ નિવેદન પછી રમઝાન કદીરોફે એક પોસ્ટમાં જણાવ્યું કે, તેમણે મેક્રાં વિશે જે નિવેદન આપ્યું છે તે એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક મુસ્લિમ તરીકે નિવેદન આપ્યું છે અને કોઈપણ દશામાં પોતાનું નિવેદન પરત લેશે નહીં અને વારંવાર આ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, તે ઈસ્લામમાં આસ્થા ધરાવે છે અને એક આસ્થાવાન મુસ્લિમ હોવા તરીકે પોતાના ધર્મની શિક્ષાઓનું પાલન કરતા તેમને એવું કરવાનો પુરો અધિકાર છે. ચેચનિયાના પ્રમુખે જણાવ્યું કે, મારો જે પદ છે તેનાથી દૃષ્ટિગત જરૂરી થયું તો પોતાનું પદ છોડવા પર તૈયાર છું. દુઃખ ઊઠાવવા અને જીવ દેવા પર પણ તૈયાર છું પરંતુ કોઈપણ દશામાં નાસ્તિકો દ્વારા ધર્મનો મજાક ઊડાવતા જોઈ મૌન રહી શકતો નથી. ફ્રાન્સમાં પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના કાર્ટૂનોના પ્રકાશન પર આગ્રહ અને આ દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેના સમર્થન પર સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક પ્રતિક્રિયા સામે આવી રહી છે.