(એજન્સી) મેક્સિકો સીટી, તા.૨
મેક્સિકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મેક્સિકોનાં ઇરાપુઆટો શહેરમાં એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ૨૪ લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હુમલામાં ૨૪ લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આ કેન્દ્રની નોંધણી થઈ નથી. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો.
સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા. અહેવાલ મુજબ કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી, શામાટે આ હુમલો થયો છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્વવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે.