(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ડિફેન્સ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પ્લાનને મોટો ફટકો પડ્યો છે. સરકારે દક્ષિણ કોરિયાની મદદથી ૧૨ એડવાન્સ માઈન્સ સ્વીપર્સને બનાવવા ૩૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને રદ કરી દીધો છે. ગોવા શિપયાર્ડમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ ૧૨ માઇન્સ સ્વીપર્સ બનાવવાની યોજના હતી. આ વિમાન મારફતે પાણીની અંદર દુશ્મનો તરફથી બિછાવવામાં આવેલી માઇન્સને શોધી કાઢવામાં સફળતા મળી શકે છે. ભારતીય નૌકા સેનાને આ માઇન્સ સ્વીપર્સની ખાસ જરૂર છે. કારણ કે, ભારતીય નૌકા સેનાને ૨૦ વર્ષ જૂના માઇન્સ સ્વીપર્સથી કામ ચલાવવાની ફરજ પડી રહી છે જેથી ચિંતાજનક બાબત છે. કારણ કે, ચીનના સબમરીન ગુપ્ત રીતે માઈન્સ બિછાવવામાં સક્ષમ છે. હિંદ મહાસાગરમાં આ પડકારને પહોંચી વળવાની બાબત ખૂબ જરૂરી છે. સરકારના સૂત્રોએ કહ્યું છે કે, ગોવાના શિપયાર્ડને આદેશ આપવામાં આવ્યો છે કે, તે પહેલાથી જ વિલંબમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટની પ્રક્રિયાને ફરીથી હાથ ધરે છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે સંરક્ષણ મંત્રી તરીકે રહેતી વેળા આ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારી દર્શાવી હતી. ગોવા શિપયાર્ડને એક નવી રીતે ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ નવા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલની દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના કંગનામ શિપયાર્ડની સાથે પ્રોજેક્ટને લઇને લાંબા સમયથી વાતચીત અટવાયેલી હતી. આ ઉપરાંત ટેકનોલોજીના ટ્રાન્સફર અને કિંમતોને લઇને પણ સમસ્યા હત. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને આખરે આ પ્રોજેક્ટને પડતો મુકાયો છે. નૌકા સેનાના ૩૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પડતો મુકવાના સંદર્ભમાં હજુ સુધી કોઇ નક્કર કારણો આપવામાં આવ્યા નથી પરંતુ આ હિલચાલ ખૂબ મોટી હોવાનું જાણવા મળે છે.