મેઘરજ,તા.ર૪
મેઘરજ તાલુકાના કાલિયાકૂવા ગામે એક સગીરવયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્યાના બનાવ બાદ રાજસ્થાનના સીમલવાડા પીઠ તળાવમાં આરોપી અને તેના પિતા અને ભાણીયાનું ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયું હતું. બાદ આરોપીના પરિવારમાં ૪પ વ્યકિતઓ કાલિયાકૂવા ગામ છોડી ફરાર થઈ ગયા બનાવ બાદ આજે મેઘરજ પોલીસ અને વહીવટીતંત્રએ ભારે જહેમત બાદ આ પરિવારોને કાલિયાકૂવા કામે પુનઃ સ્થાપિત કર્યાના બનાવે રાહતની લાગણી ફેલાઈ છે. ગત તા.ર૩-૧૦-૧૭ના રોજ ગામના એક યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે વાલ્મીકી અને અરવિંદ મસા વાલ્મીકી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે પોસ્કોની કલમ લગાવી હતી. ત્યારબાદ મુકેશ વાલ્મીકી તેમજ સગીર બાળા ૩૦-૧૦-૧૭ના રોજ મળ્યા આવતા પરિવારજનોએ પોલીસ સ્ટેશને સોંપણી કરી હતી. જયારે બાદ ૩૧-૧૦-૧૭ના રોજ મુકેશ વાલ્મીકી બીકનો માર્યો ફરાર થઈ રાજસ્થાનના સીમલવાડા ગામના પીઠ તરફ ફરી રહ્યો હતો તેની જાણ તેના પિતાને થતા તેઓએ મુકેશનો પીછો કર્યો હતો. જેથી દોડતો દોડતો મુકેશ પીઠમાં ખાબકતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તેને બચાવવા પિતા પણ તળાવમાં કૂદયા હતા જયાં ત્રણેય જણા મોતને ભેટયા હતા. બાળાના પરિવારજનોએ ૭-૧૧-૧૭ના રોજ અપહરણ કરનારના ઘરે તોડફોડ કરી હુમલો કર્યો હતો. જે બાદ શારદાબેન વાલ્મીકી પોતાના ૪પ જેટલા પરિવારો સહિત પશુધન સાથે હિજરત કરી હતી. જે પછી શારદાબેને મેઘરજ પોલીસ સ્ટેશને પુનઃ સ્થાપિત થવા અરજી કરી હતી જેના અનુસંધાને પોલીસવડા ડામોર તથા જિ.કલેકટર અગ્રવાલની સૂચનાથી મેઘરેજ પીએસઆઈ, સીપીઆઈ તેમજ મેઘરજ મામલતદાર નિનામા સહિતના વહીવટ તંત્રએ ર૩-ર-૧૭ના રોજ કાલિયાકૂવા ગામે પહોંચી વાલ્મીકી સમાજના આગેવાનોને ભેગા કરી ચર્ચા કરી પુનઃ સ્થાપિત કરાવ્યા હતા. આ અંગે વાલ્મીકી સમાજમાં રાહતની લાગણી ફેલાઈ હતી.