મોડાસા, તા.૨૦
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલા ક્રાઈમ રેટે માથું ઉંચક્યું છે. બીજીબાજુ એક તરફી પ્રેમમાં કામાંધ બનેલા મેઘરજના જામગઢ વિસ્તારમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા રાહુલ વાંકે યુવતીની છેડતી કરી મારમારી અપહરણનો પ્રયાસ કરી પરિવારજનો યુવતીને બચાવવા જતા પરિવારજનોને માર મારી ફોરેસ્ટ કર્મી રફુચક્કર થઈ જતા આ ઘટનાના પગલે હોબાળો મચતાં ઇસરી પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ તાલુકાના નવાગામ (ભડવચ) ગામની આદિવાસી સમાજની કોલેજિયન યુવતી પોતાના ઘરે એકલી હતી, ત્યારે જામગઢ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતો રાહુલ વાંક યુવતીનો મોબાઈલ નંબર માંગી યુવતીએ મોબાઈલ નંબર આપવાનો નનૈયો ભણતા યુવતીની છેડતી કરી હાથપકડી ખેંચતાણ કરી લાત મારી દીધી હતી આ દરમિયાન યુવતીના પિતા અને ભાઈ ઘરે આવી ચઢતા તેમની સાથે મારપીટ કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી હતી યુવતીએ આ અંગે ઇસરી પોલીસ સ્ટેશને રાહુલ વાંક (જામગઢ ફોરેસ્ટર ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઇસરી પોલીસે ગુન્હો નોંધી નરાધમ ફોરેસ્ટરની તપાસ હાથ ધરી છે અને ઘટનામાં ઉંડાણપૂર્વક ઉતરીને સાચી હકીકત જાણવાની કોશિશ કરી રહી છે