અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ થતાં મેઘરજ માર્કેટયાર્ડ ખાતે મેઘરજ ગોડાઉન દ્વારા ખરીદાતો મગફળીનો જથ્થો પલળી જવાના ડરે ગોડાઉનના અધિકારીઓએ મગફળીને બચાવવા કામે લાગ્યા હતા.
મગફળી વરસાદમાં પલળી ન જાય તેની તકેદારીના ભાગરૂપે પ્લાસ્ટિકની તાડપત્રીઓ લાવી તાત્કાલિક મગફળી પર ઢાંકવાની કાર્યવાહી શરૂ કરી હતી અને ખરીદેલ મગફળીને વરસાદથી નુકસાન ન થાય તે માટે આગોતરૂ આયોજન કર્યું હતું.