નવી દિલ્હી, તા.૨
રમતમાં મેચ ફિક્સિંગનું કલંક કોઈ નવી વાત નથી. ક્રિકેટથી લઈ ટેનિસ અને ફૂટબોલ સુધી બધે જ તેનુ દુષણ રહ્યું છે. એશિયન ફૂટબોલ કપ (એએફસી) પણ આની ચપેટમાં આવી ગયો છે. હવે ૨૦૧૭ અને ૨૦૧૮ના એશિયન ફૂટબોલ કપમાં મેચ ફિક્સિંગનો ખુલાસો થયો છે. ઉપમહાદ્વીપની સોકર ગવર્નિંગ બોડીએ જણાવ્યું કે, ચાર પ્લેયર્સ મેચ ફિક્સિંગ કરતા મળી આવ્યા છે.
એશિયન ફૂટબોલ કમ્ફેડરેશને શુક્રવારે જણાવ્યું કે, કિર્ગીસ્તાનના ત્રણ અને તજાકિસ્તાનનો એક ખેલાડી મેચને પ્રભાવિત કરવાના ષડયંત્રમાં સામેલ રહેવાનો દોશી મળી આવ્યો છે. આ ચારો ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે તે ક્યારે પણ ફૂટબોલ નહીં રમી શકે.
નિવેદન અનુસાર, કિર્ગિસ્તાનના રાષ્ટ્રીય ખેલાડી કુર્સાનબેક શેરાતોવને ૨૦૧૭ની એક ટૂર્નામેન્ટમાં કિર્ગિસ્તાનના ક્લબ દોરદોઈ એફસીમાં સટ્ટેબાજી ગતિવિધિઓને સમર્થન કરવા માટે દોષી માનવામાં આવ્યો છે. તો કાર્ગિસ્તાનના ખેલાડી ઈલિયાઝ એલિમોવ અને અબ્દુઆજીજ માહકામોવને ૨૦૧૭માં તેમના ક્લબ એફસી એલમાં મેચ ફિક્સ કરવાના ષડયંત્રમાં સામેલ રહેવા માટે દોષી માનવામાં આવ્યા છે. આ આરોપ ૨૦૧૭ અને ૨૦૧૮ સિઝનમાં એએફસી કપ માટે લગાવવામાં આવ્યો છે.
તો કાર્ગિસ્તાનના ક્લબ એલ નો તાજિકિસ્તાન નિવાસી એક અન્ય ખેલાડીને પણ ૨૦૧૭ અને ૨૦૧૮ના એએફસી કપ મેચ ફિક્સ કરવા માટે દોશી માનવામાં આવ્યો છે. આ તમામ લોકો પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.