અમદાવાદ, તા.ર૯
ચાલુ વર્ષે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ માટે ઓનલાઈન પદ્ધતિ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશની કામગીરી બિન અનુભવી એ.સી.સી.ટી.યુ.જી.એમ.ઈ.સી. ને સોંપવામાં આવી હતી. તેમના દ્વારા છેલ્લું રાઉન્ડ ઓફ લાઈનથી કરવામાં આવ્યું હોત તો ખાલી બેઠકોનો પ્રશ્ન થયો ન હોત. પરંતુ તેમ ન કરાતાં આઠમાં રાઉન્ડના અંતે ૩૭૦પ જેટલી બેઠકો નોન ડીપોટિંગના કારણે ખાલી પડી હતી. જેમાં સરકારી કોલેજોની ૭૮ જેટલી ખાલી બેઠકો જેમાં હોમિયોપેથીમાં રર, ફિઝિયોથેરાપીમાં ૪૩ નર્સિંગમાં ૬, ઓર્થોટિક્સમાં ૭ જેટલી બેઠકો ખાલી રહેવા પામી હતી. સ્વનિર્ભર કોલેજોમાં રહેલી બેઠકો અંગે નિર્ણય લેવાયો હતો જ્યારે સરકારી કોલેજોની બેઠકો અંગે મધ્યમ, ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ત્વરિત નિર્ણય કરવા તબીબો શિક્ષણ આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી પુનમચંદ પરમાર સહિતને એસોસિએશનના પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ વિગતવાર રજૂઆત કરવામાં આવતા હોમિયોપેથિમાં બેઠકો ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ ફિઝિયોથેરાપી સહિતના અભ્યાસક્રમોની બેઠકો ભરવાની કાર્યવાહી ન થતા પુનઃ ઉગ્ર રજૂઆત કરવામાં આવતા ખાલી બેઠકો સહિત કન્સીલેશન અને એન.ઓ.સી.થી ખાલી પડેલ બેઠકો ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.