દુબઈ,તા.૧
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ આઈસીસીએ મેલબોર્ન પીચને પણ પર્થની જેમ સરેરાશ ગણાવી છે.
જોકે ગયા વર્ષે એશિઝ સિરિઝ દરમિયાન જે પીચ હતી તેની તુલનામાં આ પીચને સારુ રેટિંગ મળ્યુ છે.આ વખતે મેલબોર્નની પીચને ડીમેરિટ પોઈન્ટ નથી મળ્યા. આઈસીસીના નિયમ પ્રમાણે જો કોઈ મેદાનની પીચને પાંચ વર્ષની અંદર પાંચ ડીમેરિટ પોઈન્ટ મળે તો તેનો આંતરરાષ્ટ્રીય દરજ્જો પાછો ખેંચી લેવાયા છે.
એમસીજીની પિચ ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભારતે બે દિવસ બેટિંગ કરીને ૪૪૩ રનનો સ્કોર ઉભો કર્યો હતો.એ પછી જોકે પીચ અચાનક જિવંત થઈ હતી અને ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવ્યો હતો.
એમસીજીની પીચ ૧૫ વર્ષ જૂની છે. જોકે નવી પીચ તૈયાર કરવામાં બીજા ત્રણ વર્ષનો સમય લાગશે.