(એજન્સી) તા.ર૯
૧પ૮ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મૈસુર મહાનગરપાલિકા (એમસીસી)ને મુસ્લિમ મહિલા મેયર મળી છે. ૩૧ વર્ષની તસનીમ પોતાના શહેરની સૌથી યુવા મેયર પણ છે. તસનીમનું કહેવું છે કે પોતાના શહેરને સ્વચ્છ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન અપાવવું જ તેમની પ્રાથમિકતા છે. સમાચાર મુજબ શનિવારે મૈસુર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટર મેયર પદ માટે ચૂંટણીમાં કોંગ્રેસ અને જનતા દળ ગઠબંધને જીત નોંધાવી છે. જેમાં વોર્ડ નંબર રર મીના બજારની સંસદ તસનીમે મેયર પદ પર જીત મેળવી છે. ૭૦માંથી ૪૭ મત મેળવનાર તસનીમ મૈસુરે મહાનગરપાલિકાની પ્રથમ મુસ્લિમ મેયર બની છે. તસનીમે પોતાનું સંપૂર્ણ જીવન મીના બજાર વિસ્તારમાં જ પસાર કર્યું છે. તસનીમના પિતા મુજાવર પાશા એક દરજી હતા અને તેમની મા ગૃહિણી હતા તસનીમ શહેરની મહારાણી સાયન્સ કોલેજ ફોર વુમેનથી સ્નાતક છે. તે ર૦૧૩થી સાંસદ છે. ત્યારે તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ પહેલા તેમના કાકા અલ્હાજ નસીરૂદ્દીન બાબુ પણ ત્રણ વખતથી આજ વિસ્તારના સાંસદ રહી ચૂકયા છે. ત્યાર બાદ ર૦૧૮મા તેમણે જનતા દળની ટિકિટ પર ફરીથી ચૂંટણી લડી અને જીતી. તસનીમે જણાવ્યું કે અમે ર૦૧૯ રેકિંગમાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ત્રીજા સ્થાને હતા. હવે અમે પ્રથમ સ્થાન મેળવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. તમામ સ્તરો પર અમારા કર્મચારી અને અધિકારીઓની સમર્પિત સેવા અને અમારા રહેવાસીઓની મદદથી અમે આ વખત સૌથી સ્વચ્છ શહેરનું ટેગ જીતવા માટે આશ્વસ્ત છીએ, આજ મારી પ્રાથમિકતા છે.
Recent Comments