આણંદ, તા.૪
આણંદ જિલ્લાના મોગર ગામમાં ઈમામ જાફર સાદિક ફાઉન્ડેશન સંચાલિત હુસૈની ક્લિનિકનો તીલાવતે કુર્આનથી કાર્યક્રમનો પ્રારંભ કર્યા બાદ રીબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મહેમાનપદે ઉપસ્થિત શકીલભાઈ સંધી અને સરપંચ રાજેન્દ્રસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, તેમજ મૌલાનાં સૈયદ અબરારબાપુ એ ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંતો વિશે માહિતી આપી હતી અને ઈમામ જાફર સાદિક ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉ.સહેઝાદ હુશેન. વાય.કાજી ઈમામ જાફર સાદિક ફાઉન્ડેશનનું નામ ઈમામ જાફર કેમ ? તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત મોગર ગામનાં સરપંચ રાજેન્દ્રસિંહ ઝાલા અને વાસદનાં પીએસઆઈ પરાક્રમસિંહ પરમાર, ઈમામ જાફર સાદિક ફાઉન્ડેશનનાં ફાઉન્ડર ડૉ.સહેઝાદહુસેન. વાય. કાજી, રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભાનાં પ્રદેશ અધ્યક્ષ શકીલ ભાઈ સંધી, અનિસભાઈ વિરાણી, સાકીર ભાઈ મલેક, મૌલાનાં સૈયદ અબરારહુસેન બાપુ (ખલીફએ સેખુલ ઈસ્લામ ) ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ વ્હોરા રિયાજ ભાઈ (રિલું) અડાસનાં વ્હોરા ડૉ.સઈદ, ગુજરાત સૈયદ સમાજનં પ્રમુખ સૈયદ આઝમઅલી ,હાડગુડનાં તાલુકા પંચાયતનાં સભ્ય સૈયદ છોટનબીબી મુનીરઅલી ઉપસ્થિત રહ્યા હતા હાડગુડ બ્રાન્ચમાં સેવા આપતાં ડૉ.પરાગ આહીર ડૉ.કૃતિશા. પટેલ. પીયૂસ સોલંકી એ તમામ મહેમાનોને હુસૈની હોસ્પિટલ હાડગુડ બ્રાન્ચની મુલાકાત લેવા જણાવ્યું હતું. અંતમાં ઈમામ જાફર સાદિક ફાઉન્ડેશનની તમામ ટીમ સૈયદ પરવેઝ યમની, સૈયદ અલ્હાજ મુનાવરઅલી , સૈયદ હાજી મુનાફ અસરફી, સૈયદ હિફજુ રહેમાન, સૈયદ ખલીલ, સૈયદ સાકીર અલી, સૈયદ મહંમદ હનીફ સહીતનાએ ભારે ઝહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.