(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શહેરના મોટા વરાછા ખાતે રહેતા અને શેરબજારનું કામ કરતા ઇસમે રૂ.૨૫ લાખની લોન મેળવવા માટે રૂ.૧૧.૨૪ લાખની ઠગાઈ કરનાર ટોળકી વિરૂદ્ધ શેર દલાલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મોટા વરાછા શિવધારા પેલેસમાં રહેતાં અને શેરબજારનું કામ કરતા વિજય બાબુભાઈ ઘોરીએ આરોપી રાહુલ પરમાર, રવિ ગુપ્તા, પીએમ ઈજીપીના કૃણાલ શર્મા, ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના અજયકુમાર, બેંક ઓફ બરોડા મોહાલાની એમ.એક્સ. મહેરી, આઈ.ટી. ડિપાર્ટમેન્ટના વિરાજ ત્રિપાઠી વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદીએ ધંધા માટે રૂપિયા ૨૫ લાખની લોન લેવા ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ લોન મંજૂર કરવાના બહાને અલગ અલગ તારીખે બેંક ખાતામાં રૂ.૧૧,૨૪,૪૧૭ ભરાવ્યા બાદ લોનના નાણાં નહીં ચૂકવી ફરિયાદી સાથે વિસઘાત છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.