(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર૪
રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામે પાટણ એસ.ઓ.જી. પોલીસે રેડ કરી રૂા.૧,૪૭,૧૦૦ના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પાટણ એસ.ઓ.જી. પોલીસના પી.આઈ. કે.એમ. પ્રિયદર્શી, પી.એસ.આઈ.એચ.એલ. જોષી સહિતના સ્ટાફે રેડ કરી હતી અને આયર શંકરભાઈ ડુંગરભાઈ તથા રાવળ બલાભાઈ બાબુભાઈને ઝડપી પાડી તેમની પાસેથી ૧૪ કિલો ૬૬૦ ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વજન કાંટો જપ્ત કર્યો હતો. જેની કિંમત રૂા.૧,૪૭,૧૦૦ થવા જાય છે. પોલીસે ઉક્ત બંને શખ્સો સામે નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.