(એજન્સી) તા.૨૫
ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા મોડર્નાની કોવિડ-૧૯ રસીને પ્રતિબંધિત ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપ્યાના લગભગ એક મહિના પછી, અધિકારીઓએ ફાઈઝર રસી વિશે સકારાત્મક નિવેદનો બહાર પાડ્યા છે. ભારતમાં આમાંથી કોઈનો ઉપયોગ હજુ સુધી કરવામાં આવી રહ્યો નથી. હાલમાં ચાલી રહેલા દેશવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનમાં આ રસીનો સમાવેશ ક્યારે કરવામાં આવશે, તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી. દરમિયાન, ભારતના પાડોશી દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને અઠવાડિયા અગાઉ જ મોડર્ના અને ફાઈઝર રસીના લાખો ડોઝ મળી ચૂક્યા છે અને ટૂંક સમયમાં તેનું વધુ વિતરણ થવાની સંભાવના છે. ૨૯ જૂનના રોજ, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ)એ મોડર્નાને ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક-વી પછી ભારતમાં આવી મંજૂરી મેળવવાની ચોથી રસી બની ગઈ છે. ૨ જુલાઈએ, કેન્દ્ર સરકારે કહ્યું કે, તે અપેક્ષા રાખે છે કે, મોડર્ના વેક્સિનના ડોઝ આગામી કેટલાક દિવસોમાં ભારત પહોંચી જશે. જ્યારે ૧૮ દિવસ પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (દક્ષિણ-પૂર્વ એશિયા)ના પ્રાદેશિક નિયામક ડૉ.પૂનમ ક્ષેત્રપાલસિંહે કહ્યું કે, ભારતને ડબ્લ્યુએચઓના કોવિડ-૧૯ વેક્સિન ગ્લોબલ એક્સેસ (કોવાક્સ)ના માધ્યમથી મોડર્ના વેક્સિનના ૭.૫ લાખ ડૉઝની ઓફર કરવામાં આવી છે. જો કે, મોડર્નાના ડૉઝ ભારતમાં ક્યારે મળશે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ર્ઝ્રંફછઠ તરફથી મોડર્ના વેક્સિનના ૭.૫ મિલિયન ડોઝનું આ દાન રસી ઉત્પાદકો સાથે ખરીદી કરારની આવશ્યકતા કરતા અલગ છે. જ્યાં સુધી અમેરિકી રસી ખરીદીની વાત કરીએ તો મોડેર્નાએ મે મહિનામાં કહ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય ઓર્ડરથી વધારે પડતું હતું અને ૨૦૨૨ પહેલાં વ્યાપારી ધોરણે ડિલિવરી કરી શકશે નહીં. મોડર્ના અને ફાઈઝર જેવા વિદેશી રસી ઉત્પાદકો ભારત સરકાર પાસેથી તેમની કોવિડ-૧૯ રસીના ઉપયોગથી સંબંધિત કોઈપણ પ્રતિકૂળ દાવાઓ સામે કાનૂની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. શરત એ છે કે, જો સરકાર ઉત્પાદકોને આ કાનૂની સુરક્ષા પૂરી પાડે તો આ રસી લાવવામાં આવશે.