(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૯
ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે કોવિડ હોસ્પિટલ અને આઈસોલેશન વોર્ડ અને કોરન્ટાઇન વોર્ડ ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબદ્ધ કર્યાના દાવાઓ વચ્ચે કોવિડ હોસ્પિટલ અને કોરન્ટાઇન વોર્ડમાં ચાલતી બેદરકારીના અનેક દર્દીઓ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી સરકારની અને આરોગ્યતંત્રની પોલ ખુલ્લી પાડી રહ્યા છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઊભી કરવામાં આવેલી કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓએ કોરોનાના કોઈ લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝેટીવ આવ્યો કઈ રીતે…? અને દર્દીઓએ કોવિડ હોસ્પિટલમાં સ્વછતાનો અભાવ, પીવાનું પાણી પણ મળતું ન હોવાનું જણાવી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્રમાં દોડધામ મચી હતી. મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ કોરોનગ્રસ્ત દર્દીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી જણાવ્યું કે, મને કોઈ પણ જાતની તકલીફ નથી પથરીની બીમારી સિવાય મને કોઈ રિપોર્ટ પણ બતાવવામાં આવ્યોે નથી અને મને ખોટી રીતે હોસ્પિટલમાં રાખવામાં આવી તેમજ મેઘરજના કોરોનાગ્રસ્ત દર્દીએ પણ તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતા કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો અને કોવીડ હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવ અને પાણી જમવાનું પણ સમયસર મળતું ન હોવાનું અને કોઈપણ પ્રકારની સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા તંત્રમાં ભારે દોડધામ મચી હતી.
મોડાસાની કોવિડ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન થતી હોવાનો વીડિયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ

Recent Comments