(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૪
મોડાસા સહયોગ બાયપાસ ચોકડી નજીક આવેલી રહેણાંક સોસાયટી અને બંગ્લોઝમાં વારંવાર થતી ચોરી લૂંટની ઘટનાઓથી નગરજનો ચિંતિત બન્યા છે કેનાલ રોડ પર આવેલી દેવલસીટી રેસિડેન્સીમાં એક મહિનામાં સતત ત્રીજી વાર બંધ મકાનોમાં ત્રાટકી લૂંટની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ જતા સોસાયટીના રહીશોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોસાયટીના રહીશોએ સુરક્ષાની માંગણી કરી હોમગાર્ડ પોઇન્ટ ફાળવવા લેખિત રજુઆત કરી હત. અરવલ્લી જિલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જીલ્લામાં બંધ મકાન સલામત ના રહેતું હોવાની ચર્ચા ચાલી રહી છે જીલ્લામાં વારંવાર ઘરફોડ ચોરી અને વાહનચોરી ઘટના બનતા પ્રજાજનોમાં ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે જીલ્લા પોલીસતંત્રએ બેકાબુ બનેલ તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગ ને ઝડપી પાડવામાં આવે અને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા પ્રબળ માંગ ઉઠી છે
મોડાસાની દેવલસીટી સોસાયટીમાં રહેતા પરેશ પટેલ અને સંદીપ ચૌહાણ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે બહારગામ જતા શુક્રવારની રાત્રીએ ત્રાટકી બંનેના મકાનોના નકુચા અને તાળાતોડી ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાં રહેલા રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી રફુચક્કર થતા સવારે બંને મકાનના તાળા તૂટેલા અને દરવાજા ખુલ્લા જણાતા આજુબાજુના રહીશોએ લૂંટ થઇ હોવાની જાણ કરતા બંને મકાન માલિકોને જાણ કરવામાં આવી હતી બંને મકાન માલીક ઘરે પરત ફરે ત્યારે લૂંટનો ચોક્કસ આંકડો જાણી શકાશે આજુબાજુના રહીશોના જણાવ્યા અનુસાર ચોરીનો આંકડો લાખ્ખો રૂપિયાને આંબી શકે છે પોલીસતંત્રને લૂંટની ઘટનાની જાણ કરવામાં આવતા રાબેતા મુજબ તપાસ હાથધરી હતી.