મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સાબદું થયું છે મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ, મામલતદાર અરૂણદાન ગઢવી, ટાઉન પીઆઈ સી પી વાઘેલા સહિત તેમની ટીમે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ અંગે જનજાગૃતિ અભિયાન હેઠળ ફૂટમાર્ક યોજી હતી તેમજ શહેરમાં માસ્ક વગર ધંધો કરતા અને ભીડ એકથી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી કરી માસ્ક વગરના લોકોને માસ્કનું મફત વિતરણ કર્યું હતું. મોડાસા શહેરમાં વહીવટીતંત્ર અને પોલીસતંત્રની સરકારી ગાડીઓ સાથેના કાફલાએ લોકોમાં કુતુહુલ સર્જ્યું હતું માસ્ક વગર બિન્દાસ્ત ધંધો કરતા વેપારીઓ અને ફેરિયાઓએ દંડાત્મક કાર્યવાહી થી બચવા અનેક બહાના બનાવ્યા હતા અને આજીજી કરતા નજરે પડ્યા હતા ત્યારે વહીવટી તંત્ર અને પોલીસતંત્રની કામગીરીને લોકોએ આવકારી હતી.