મોડાસા, તા.૬
મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં ભંગારની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરાને માસ્કથી ઢાંકી ૫ લાખ રૂપિયા જેટલા તાંબા, એલ્યુમિનયમ અને પિત્તળનો ભંગારની ચોરી કરી ફરાર થઇ જતા હજીરા વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મોડાસાના હજીરા વિસ્તારમાં નંદુ દાલબાટી સામે આવેલ જય અંબે પટેલ નામની ભંગારની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા દુકાન બહાર લગાડેલ સીસીટીવી કેમેરાને એક તસ્કરે પહેરેલ માસ્ક કાઢી ઢાંકી દીધો હતો ત્યારબાદ શટરનું લોક કાપી દુકાનમાં રહેલો તાંબા, એલ્યુમિનિયમ અને પિત્તળનો અધધ ૧૦૦૦થી વધુ કિલો ભંગારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દુકાન માલિક પન્નાજી ગણાજી કુંપાવત બીજા દિવસે સવારે દુકાને પહોંચતા દુકાનનું તાળું તૂટેલું જોતા જ દુકાનમાં ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી દુકાનમાલિકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ટાઉન પોલીસે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગના આધારે પોલીસને પડકાર ફેંકનાર તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.