(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૦
અરવલ્લી જિલ્લામાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં માલપુરના બગીચા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધાને ન્યુમોનિયાની સારવાર દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. ત્યારે રિપોર્ટ આવેલ તે પહેલાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે કોવિડ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મોડાસા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરવાની તૈયારીઓ હાથ ધરી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી. આરોગ્ય વિભાગે માલપુર બગીચા વિસ્તારમાં સેનેટાઇઝીંગની કામગીરી હાથ ધરી હતી. મૃતક વૃદ્ધાની અંતિમવિધિ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરાતા લોકોમાં ભય સાથે ફફડાટ છે.