મોડાસા, તા. ૩૦
મોડાસા બી-કનઈ સ્કૂલમાં અભ્યાસ કરતા લઘુમતી વિસ્તારના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ મારૂતીવાનમાં અવર-જવર કરે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી એક યુવાન અન્ય યુવાનો સાથે મળી અગમ્ય કારણોસર બાઈક અને એક્ટિવા જેવા અલગ-અલગ દ્રિ-ચક્રીય વાહનોમાં પીછો કરતા સ્કૂલવાનમાં રહેલા બાળકો ફફડી ઉઠ્યા હતા અને આ અંગે બાળકોએ તેમના ઘરે વાત કરતા બાળકોના વાલીઓ ચોકી ઉઠ્યા હતા અને અંગે બી-કનઈ સ્કૂલના પ્રિન્સિપાલને પણ જાણ કરી હતી અને પીછો કરતા યુવાનોને ઝડપી પાડવા વાલીઓએ એકઠા થઈ ચાર રસ્તા, બસ સ્ટેન્ડ અને ડીપ વિસ્તારમાં વોચ ગોઠવાતા સ્કૂલવાનનો પીછો કરતા એક્ટિવા ચાલાક લબરમૂછિયા યુવાને ડુઘરવાડા ચોકડી નજીક થી ઝડપી પાડવામાં સફળતા મળતા વાલીઓએ મેથીપાક ચખાડી એક્ટિવા સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. મોડાસા ટાઉન પોલીસે વાલીઓની જાણવાજોગ ફરિયાદ નોંધી સ્કૂલવાન ચાલકની પૂછપરછ કરી એક્ટિવા ચાલાક યુવાન જ પીછો કરતો હોવાનું જણાવતા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપતા મોટી સંખ્યામાં મોડાસા પોલીસ સ્ટેશનમાં ધસી આવેલા વાલીઓ અને લઘુમતી સમાજના લોકોનો ઉગ્ર રોષ ઠારવામાં સફળતા મળી હતી.
લઘુમતી સમાજના બાળકોની સ્કૂલવાન નો યુવાન અન્ય યુવાનો સાથે મળી કોઈ ઘટનાને વારદાત આપવામાં માટે કે પછી માનવ તસ્કરી કે કોઈ બાળકનું અપહરણ કરવા માટે પીછો કરતો હશે જેવી અનેક ચર્ચાઓ વાલીઓના મન માં પેદા થઈ હતી સ્કૂલવાનમાં અવર-જવર કરતા બાળકો આ ઘટનાથી એટલા ભયભીત બન્યા છે કે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હવે જોવું રહ્યું કે પકડાયેલ યુવાન અન્ય યુવાનો સાથે મળી સ્કૂલ વાનનો પીછો કરવાનું સાચું કારણ પોલીસ બહાર લાવી શકશે કે નહિ ?