મોડાસા, તા.૨
કેન્દ્ર સરકારે કોરોનાના કેસના આધારે રાજ્યના ૩૩ જિલ્લાને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સમાવેશ કર્યો છે જેમાં અરવલ્લી જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવતા લોકો ચિંતિત બન્યા છે અરવલ્લી જિલ્લામાં કોરોનાના ૧૯ પોઝેટીવ કેસ નોંધાયા છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ૧૭ દર્દીઓની જિલ્લાની બે કોવીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ૪ વર્ષીય બાળા સહિત ૫ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોરોનાના લક્ષણ બંધ થયા બાદ તેનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાદ બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા કોરોના સામે જંગ જીતનાર દર્દીઓને મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સે તાળીઓના સન્માન સાથે વિદાય આપી હતી કોરોના વોરિયર્સ અને કોરોનાના દર્દીઓની હિંમતને બિરદાવવા જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા.