(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૩
અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેનની અઢી વર્ષ માટે ટર્મ પુરી થતાની સાથે સહકારી રાજકારણ ગરમાયુ હતું રાજ્ય નિયામક દ્વારા માર્કેટયાર્ડમાં બાકી રહેલ અઢી વર્ષના ટર્મ માટે ૩ જી નવેમ્બરે મીટિંગ યોજાવાની જાહેરાત કરતાની સાથે ચેરમેન પદ મેળવવા માટે ચૂંટણી થશે કે પછી બોર્ડ ડિરેક્ટર ચેરમેન પદ માટે સર્વાનુમતે નક્કી થશેની ચર્ચાઓ વચ્ચે મંગળવારે મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે આનંદપુરા કંપાના સહકારી અગ્રણી રાજુભાઈ પટેલ બીન હરીફ વરણી કરવામાં આવતા સહકારી માળખામાં હર્ષની લાગણી છવાઈ હતી. મોડાસા માર્કેટયાર્ડમાં મહીસાગર જીલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને મંગળવારે બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક યોજાઈ હતી જેમાં માર્કેટયાર્ડના ચેરમેન પદે રાજુભાઈ છગનભાઇ પટેલની બિનહરીફ વરણી થતાની સાથે તેમના શુભેચ્છકો સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા અને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું હતું માર્કેટયાર્ડ ચેરમેન તરીકે બીન હરીફ વરણી થતા રાજુભાઈ પટેલે તમામ ડિરેકટર્સ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.