અમેરિકામાં ગુરૂવારે ભારે તોફાન દરમિયાન પોલીસ ફાયરિંગમાં મોતને ભેટેલી અમેરિકી સમર્થકે મોતના કલાકો પહેલાં જ ટિ્‌વટમાં લખ્યું હતું કે, અમને કોઇ રોકી શકશે નહીં. મોતને ભેટનારી મહિલાની ઓળખ આશી બાબ્બીત તરીકે થઇ છે જે ટ્રમ્પની કટ્ટર સમર્થક તરીકે જાણીતી હતી અને અમેરિકી સંસદના તોફાનો વિશે સતત ટિ્‌વટ કરતી હતી. વોશિંગ્ટન ડીસીમાં તોફાનોના કલાકો પહેલાં જ તેણે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘‘અમને કોઇ રોકી શકશે નહીં… તેઓ પ્રયાસ પછી પ્રયાસ પછી પ્રયાસ કરી લે પરંતુ વાવાઝોડું અહીં છે અને તે ૨૪ કલાકની અંદર ડીસીને અંધકારમાં ફેરવી દેશે. અમેરિકી સંસદમાં થયેલા તોફાની ઘટનાઓમંં કુલ ચાર લોકોનાં મોત થયા છે જેમાં પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તોફાનો બાદ પોલીસે કુલ ૫૨ લોકોની ધરપકડ કરી છે.