(એજન્સી) તા.૧૨
ઈરાકના સંરક્ષણ મંત્રાલયે દિઆલાના પ્રાંતમાં સુરક્ષાના મુદ્દાઓની જવાબદારી સંભાળવા માટે એક નવા સૈન્ય કમાન્ડરની નિમણૂક કરી. એનાદોલુ એજન્સીનો શુક્રવારે અહેવાલ સંસદ સુરક્ષા અને સંરક્ષણ સમિતિના સભ્ય અબ્દુલ-ખાલીક અલ-અઝઝાવીસએ એનાદોલુ એજન્સીને જણાવ્યું કે સંરક્ષણ મંત્રીએ દિઆલામાં સુરક્ષા ફાઈલ ચલાવવામાં મેજર જનરલ સાલેહ નાસીરના અનુગામી તરીકે મેજર જનરલ અદનાન અલ-એનીઝીની નિમણૂક કરી. અલ-અઝઝાવીએ આ ફેરબદલ અંગે કોઈ ખુલાસો જાહેર ન કરતા પુષ્ટિ કરી હતી કે કમાન્ડરે શુક્રવારે તેની નવી જવાબદારીઓ સંભાળી લીધી. મોતનો ત્રિકોણ, જે દિયાલા, કિરકુક અને સલાહુદ્દીન પ્રાંતો વચ્ચે એક વિસ્તાર છે, તેમાં સશસ્ત્ર જૂથોની વૃદ્ધિ વચ્ચે આ ફેરફારો કરાયા હતા. આ સશસ્ત્ર જૂથો દાઈશ જૂથ સાથે સંબંધ ધરાવે છે. ઓગસ્ટમાં ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તુફા અલ-કઝીમીએ મેજર જનરલ ઘસ્સાન અલ-અઝઝી, જેઓને તેમના પદ પરથી હાંકી કઢાયા હતા. તેમના અનુગામી તરીકે મેજર જનરલ રાદ લિજબુરની નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી, ર૦૧૭માં ઈરાકે ઉગ્રવાદી સશસ્ત્ર જૂથ દાઈશ દ્વારા કબજે કરાયેલી તમામ જમીનો પર ફરી દાવો કરી વિજયી થવાની જાહેરાત કરી હતી. જો કે દાઈશે હજુ પણ દેશભરના વ્યાપક વિસ્તારોમાં ગુપ્ત ઠેકાણાઓ જાળવી રાખ્યા છે અને હુમલાઓ કરવાનું સતત ચાલુ રાખ્યું છે.