(એજન્સી) પ્યોંગયોંગ, તા.ર
બીમારીની અટકળો વચ્ચે તાનાશાહ કિમ જોંગ ઉનને લઇ મોટા સમાચાર, ૨૦ દિન બાદ નજરે પડ્યો. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગના સ્વાસ્થ્યને લઇને થઇ રહેલી અટકળો વચ્ચે શુક્રવારે તે સાર્વજનિક રીતે સામે આવ્યા. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજનસીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે, કિમ ૨૦ દિવસ બાદ નજરે પડ્યા છે. એક ન્યૂઝ એજન્સી મુજબ કિમ જોંગ ઉને સુનચિઓનમાં એક ફર્ટિલાઇજર ફેક્ટરી બનીને તૈયાર થવાના અવસર પર આયોજીત સમારોહમાં ભાગ લીધો આ જગ્યા રાજધાની પ્યોંગયાંગની નજીક છે. આ દરમિયાન કિમની બહેન કિમ યો જોંગ પણ હાજર રહી. જો કે, આ સમારોહની તસવીરો હાલ સાર્વજનિક થઇ નથી. ઉત્તર કોરિયાની તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઇને અનિશ્ચિતતાની સ્થિતિ બની છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્ટ સર્જરી બાદ તેમની મોત થઇ ગઇ છે. કિમ કયા છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે. આ એક રહસ્ય છે. તેમનું કારણ એવું છે કે, તે ૧૧ એપ્રિલ બાદ સરકારી મીડિયામાં જોવા મળ્યા નથી. તેના એક દિવસ બાદ જ તેમનું ઓપરેશન થયું હતું.