(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી છે. તેમણે ટિ્‌વટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રસોઈ ગેસ અને ડીઝલ-પેટ્રોલના વધતા ભાવોને લઈને તેમણે ટિ્‌વટ કરી છે અને પીએમ મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર લખ્યું છે મોદીજીએ જીડીપી એટલે કે ગેસ-ડીઝલ-પેટ્રોલના ભાવોમાં ખૂૂબ જ વધારે વિકાસ કરી બતાવ્યો છે. જનતા મોંઘવારીથી ત્રસ્ત, મોદી સરકાર ટેક્સ વસૂલીમાં મસ્ત, રાહુલ ગાંધીએ ટ્‌વીટર પર એક અખબારનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે જેમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધતી કિંમતોની તુલના કરવામાં આવી છે.
સ્ક્રીનશૉટમાં જણાવવામાં આવ્યું છે કે, ૧ જુલાઈ, ૨૦૨૦એ જયપુરમાં રસોઈ ગેસના પ્રતિ સિલિન્ડર કિંમત ૫૯૪.૫ રૂપિયા હતી જ્યારે સાત જાન્યુઆરી ૨૦૨૧એ આ રકમ ૬૯૮ રૂપિયા થઈ ગઈ. જયપુરમાં ૧ જુલાઈ ૨૦૨૦એ ડીઝલના ભાવ ૮૧.૩૨ રૂપિયા લિટર હતુ જ્યારે હવે જાન્યુઆરી ૨૦૨૧માં આ ૮૩.૬૪ રૂપિયા થઈ ગયો છે. પેટ્રોલના ભાવોને લઈને લખ્યુ છે કે વર્ષ ૧ જુલાઈ ૨૦૨૦એ પેટ્રોલની કિંમત ૮૭.૫૭ રૂપિયા હતી જે સાત જાન્યુઆરી ૨૦૨૧એ ૯૧.૬૩ રૂપિયા થઈ ગઈ.