(એજન્સી) પટણા, તા.૧ર
આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે મોદી ઉપર હુમલો કરતા કહ્યું છે કે મોદીએ પાકિસ્તાનની કુખ્યાત એજન્સી આઈએસઆઈએ પઠાણકોટ બેઝ ઉપર પિકનીક માણવા આમંત્રણ આપ્યું હતું. લાલુએ મોદી ઉપર દંભી હોવાના આક્ષેપો મૂક્યા અને જણાવ્યું કે વગર નિયંત્રણો મોદી પાકિસ્તાન ગયા હતા. આઈએસઆઈને નિમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન વડાપ્રધાન શરીફને પોતાના સોગંદ સમારોહમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું હતું. પ્રેમથી મળી ભેંટ સોગાદો આપી હતી અને હજી પણ કહી રહ્યા છે કે પાકિસ્તાન ખરાબ છે. જો તમને પાકિસ્તાન પ્રત્યે એટલી બધી નફરત છે તો પછી એમને અપાયેલ ‘ખૂબ જ તરફેણ કરાયેલ દેશ’નો દરજ્જો કેમ પાછો નથી ખેંચી લેતા. મોદીએ મનમોહનસિંગ ઉપર પણ આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનના અધિકારીઓ સાથે મળી ષડયંત્ર ઘડી રહ્યા છે. ઐયરના ઘરે થયેલ મીટિંગમાં પાકિસ્તાનના અધિકારીઓને બોલાવાયું હતું. મનમોહનસિંહે મોદીની આ પ્રકારની ટિપ્પણીનો સખત વિરોધ કરી માફીની માગણી કરી હતી.