(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
દિલ્હી યુનિવર્સિટીએ બુધવારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી કે ૧૯૭૯ ની બેચના બીએના વિદ્યાર્થીઓના રેકોર્ડેને વિશ્વાસ આધારિત જાળવી રાખવામાં આવે છે અને તેને કોઈ પણ સંજોગોમાં જાહેર કરી શકાતા નથી. ડીયુએ એક એફિડેવિટમાં આ રજૂઆત કરી છે. કોર્ટે તેને ધ્યાન પર લીધી નથી. ૧૯૮૯ ની સાલના વિદ્યાર્થીઓના રેકોર્ડ જાહેર કરવાના મુખ્ય માહિતી પંચના આદેશને પડકારતી અરજીના સંબંધમાં યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં આ અરજી રજૂ કરી હતી. મુખ્ય માહિતી પંચે દિલ્હી યુનિવર્સિટીને ૧૯૭૮ ની સાલમાં બીએ પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડની ચકાસણી કરવા દેવાનો આદેશ આપ્યો હતો જેને પડકારતી એક અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ૨૩ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ સીઆઈસીના આદેશ પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ રાજીવ શાકધેરે કહ્યું કે ડીયુએ કોર્ટના અગાઉના આદેશને મેળવી લેવાનો રહેશે. આ કાર્યવાહીનો હિસ્સો બનવા ઈચ્છુક લોકોએ દાખલ કરેલી અરજી પર કોર્ટે ડીયુનો જવાબ માંગ્યો હતો. આદેશ સાથે કોર્ટે આ કેસની વધારે સુનાવણી ૨૨ મે ના રોજ મુકરર કરી છે. એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ડીયુ વતી પ્રતિનિધિત્વ કરીને આરટીઆઈ કાર્યકરોની અરજીનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ અરૂણ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું કે એક વાર જે વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હોય તે વિદ્યાર્થી જ તેને મેળવી શકે છે અને તે તેને માટે અંગત હોય છે.