(એજન્સી) કોચિ, તા.૩
કોંગ્રેસના નેતા શશી થરૂરે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીખળ કરતા કહ્યું હતું કે, મોદીની જીત માટે વિકાસના સંદેશની તે જવાબદાર છે. શશી થરૂરે વડાપ્રધાન મોદીને ખાલી થેલા સાથેના ચતુર સેલ્સમેન ગણાવ્યા હતા. ક્રિથી ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટીવલના ભાગરૂપે પોતાના પુસ્તક ‘વ્હાય આઇ એમ અ હિંદુ’ના વિમોચન વખતે એક કાર્યક્રમમાં શશી થરૂરે કહ્યું કે, વાજપેયીએ ૧૮૨ બેઠકો સાથે સરકાર બનાવી જ્યારે મોદીએ ૨૨ બેઠકો મેળવી. આ વધારાની ૧૦૦ બેઠકો હિંદુત્વના સંદેશથી આવી નથી. આ બેઠકો વિકાસના સંદેશની ખુબ જ ચાલાક ગાંસડીને કારણે આવી છે. આમાં મતોની વધારાની ટકાવારી બંધ થઇ ગઇ. આ ઉપરાંત એવા લોકોને અપનાવવા જેઓ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કરે અથવા બીફ ખાય તેવા લોકોને સંરક્ષણ આપતા મોદીની સ્વીકાર્યતા વધી હતી. થરૂરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદ ઉકેલવા માટે અસરકારક પગલાં લીધા હતા અને બાબરી મસ્જિદની શહાદતને થરૂરે શરમજનક ઘટના ગણાવી હતી. ‘વ્હાય આઇ એમ અ હિંદુ’ શશી થરૂરનું ૧૭મુ પુસ્તક છે અને તેમણે પ્રથમવાર ધર્મ પર લખવાનો પ્રયાસ કર્યો છે.