(એજન્સી) ચેન્નાઈ,તા.૧ર
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેન્નાઈની મુલાકાત દરમ્યાન ડીએમકે પ્રમુખ કરૂણાનિધિએ કાળા કપડાં પહેરી મોદીનો વિરોધ કર્યો હતો. કરૂણાનિધિ હાલમાં બીમાર છે. તેથી તેઓ જાહેરમાં દેખાતા નથી. છતાં તેમનો કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવતો ફોટો ડીએમકેએ દર્શાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનીધિએ તેમના ચેન્નાઈ નિવાસે કાળા કપડાં પહેરી વ્હીલચેરમાં બેસી વિરોધ દર્શાવ્યો હતો. તમામ વિપક્ષોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ડીએમકેએ તેમના તમામ કાર્યકરોએ મોદીની મુલાકાત સમયે તેમના ઘરે કાળા વાવટા લગાવી વિરોધ દર્શાવવા કહ્યું હતુ. પ્રદર્શન કર્તાઓએ કહ્યું કે કાવેરી મુદ્દા મોદીએ છેહ આપ્યો છે. મોદી ગુરૂવારે થીરૂવીન્દાથી ખાતે ડિફેન્સ એક્ષ્પો ર૦૧૮નું ઉદઘાટન કરવા આવી પહોંચ્યા હતા. ડીએમકેએ આરોપ મુકયો હતો કે સુપ્રીમના ચુકાદા છતાં કેન્દ્ર સરકાર કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના કરવા આગળ આવી નથી. આવતીકાલે રાજયપાલને આવેદનપત્ર આપી કાવેરીજળ બોર્ડની રચના કરવા માટે કેન્દ્રને વિનંતી કરાશે. હાલમાં ડીએમકે નેતા સ્ટાલીન કાવેરી રાઈટસ રિટ્રિવલ યાત્રા એપ્રિલ-૭થી યોજી રહ્યા હતા. જે મુક્કોમ્બુથી શરૂ થઈ કાવેરી બેઝીન ક્ષેત્રમાં ફરશે.