(એજન્સી) નવીદિલ્હી,તા. ૧૯
સંસદમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને આજે વધુ એક વખત ભારો હોબાળો જોવા મળ્યો હતો. મનમોહન પરના મોદીના પ્રહારનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો. કોંગ્રેસી સાંસદો છેક વેલ સુધી ધસી જઈને આ મુદ્દો ઉઠાવવા દેવાની માંગણી કરવા લાગ્યાં, તો અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે ચૂંટણી પ્રચારની કોઈ વાત અહિં ન લાવી શકાય. કોંગ્રેસના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ નાણામંત્રી અરુણ જેટલીએ વિપક્ષ કોંગ્રેસના નેતાઓની આ મામલે આજે મુલાકાત કરી હતી. જેટલીએ મંગળવારે રાજ્યસભામાં સભ્યોના હંગામાની વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરતા વિપક્ષી નેતાઓ સાથે અલગ બેઠક કરવાની તૈયારી બતાવી હતી. સદનમાં ચાલી રહેલા ગતિરોધની વચ્ચે જેટલીએ આગતિરોધને દૂર કરવા માટે વિપક્ષના નેતાઓની મુલાકાત પણ લીધી હતી. કોંગ્રેસ અને વિપક્ષો વચ્ચે ગત શુક્રવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઇ ભારે હંગામો ચાલી રહ્યો છે. લોકસભામાં ભારે હંગામા બાદ સ્પીકર સુમિત્રા મહાજને સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી તો રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલાબ નબી આઝાદે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ બતાવતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નિષ્ઠા અને દેશ પ્રેમ ઉપર સંદેહ કરી શકાય નહીં. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યસભામાં આજે પણ તાનાશાહી નહીં ચલેગી અને પીએમ મોદી માફી માંગે તેવા સુત્રોચ્ચારની સાથે કોંગ્રેસના સભ્યોએ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે સદન ચાલે. પરંતુ સરકારે પહેલા સંસદીય મર્યાદાનું પાલન કરવું જોઇએ. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોંગ્રેસના સભ્યોને ગૃહમાં કાર્યવાહી ચાલવા દેેવા માટે અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવામાં આવી હતી.

મનમોહન ટિપ્પણી પર હોબાળો અરૂણ જેટલી કોંગ્રેસી નેતાને મળ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાની અધિકારીઓને મળ્યાં હતા તેવી પીએમ મોદીની ટીપ્પણી પર સંસદમાં મોદીની માફીની માંગણીએ હોબાળો કરી રહેલા કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ સાથે નાણા મંત્રી અરૂણ જેટલીએ મુલાકાત કરી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન કોઈ માફી કે ખુલાસો નહીં આપે. જેટલીએ કોંગ્રેસ પર સંપૂર્ણ દુસાહસનો આક્ષેપ કર્યો. રાજ્યસભાના અધ્યક્ષ વૈકેયા નાયડુના સૂચન અનુસાર જેટલી ગુલામ નબી આઝાદને મળીને આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોંગ્રેસ મોદીની માફીની માંગણીએ અડગ રહ્યું છે. વિપક્ષ અને શાસકે આ મુદ્દે એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સંસદમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને આજે વધુ એક વખત ભારો હોબાળો જોવા મળ્યો હતો. મનમોહન પરના મોદીના પ્રહારનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો. કોંગ્રેસી સાંસદો છેક વેલ સુધી ધસી જઈને આ મુદ્દો ઉઠાવવા દેવાની માંગણી કરવા લાગ્યાં, તો અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે ચૂંટણી પ્રચારની કોઈ વાત અહિં ન લાવી શકાય.