(એજન્સી) લંડન, તા.ર૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન યાત્રા દરમ્યાન ભારતમાં કથિત અત્યાચારોનો વિરોધ કરનાર પ્રદર્શનકર્તા એટલા ઉગ્ર બની ગયા કે પ૩ રાષ્ટ્ર મંડલ દેશોમાં ફરકી રહેલા ઝંડાઓમાંથી તિરંગાને ફાડી નાખ્યો હતો. બ્રિટનના વડાપ્રધાન હેરીઝા સાથે મોદીની મુલાકાત સમયે પ્રદર્શનકારીઓએ વિરોધ દર્શાવ્યો. વિરોધપ્રદર્શનકર્તા ખૂબ ઉગ્ર બની ગયા હતા. ખાલિસ્તાન સમર્થક વધુ હિંસક બન્યા હતા. ઝંડા ફાડવા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બીજો ધ્વજ લગાવી દીધો હતો.
ભારતે આ ઘટના અંગે બ્રિટનના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ચિંતા જાહેર કરી હતી. બ્રિટને આ ઘટના અંગે માફી માંગી હતી. તેમજ તોફાની તત્ત્વો સામે કાર્યવાહીનો ભરોસો આપ્યો હતો.
શીખ ફેડરેશન યુકેના કેટલાક ખાલિસ્તાની સમર્થકો અને પાકિસ્તાની મૂળના …પીર લોર્ડ અહેમદની આગેવાની હેઠળના માઈનોરિટી અગેઈન્સ મોદીના પ્રદર્શનકર્તાઓ સહિત પ૦૦ લોકો પાર્લામેન્ટ સ્કવેરમાં એકત્ર થયા હતા. જેનું નેતૃત્વ કાશ્મીરી અલગાવવાદીઓ કરી રહ્યા હતા. આ લોકો બેનર-ઝંડા લઈ ગાંધી પ્રતિમા આગળ એકઠા થયા હતા.