(એજન્સી) નવી દિલ્હી, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એકચિત્ત વ્યક્તિ છે તેથી કદાચ તેઓ જ્યારે ચૂંટણી જીતવા આવ્યા હોય ત્યારે તેમના હરિફોના ધડ અને માથા ઉપર હોય છે. કોઈ આશ્ચર્યની વાત નથી કે તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલુ રાખ્યો, આ બાજુ ઓખી ચક્રવાતને કારણે તામિલનાડુ અને કેરળના દરિયા કિનારાના વિસ્તારોમાં ડઝનો વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. મોદીએ હજારો-લાખો લોકોને અસર પહોંચાડતી કુદરતી આફત પર ટ્‌વીટ કરવા માટે સમય લીધો પરંતુ તેમણે વિશેષ ભાર ગુજરાતને જ આપ્યો, જ્યાં તેમની પાર્ટી, બીજેપી ૧૯૯પ બાદની સૌથી મુશ્કેલ ચૂંટણી લડી રહી છે. મોદી એક ટ્‌વીટમાં કહે છે ગુજરાતમાં ઓખી ચક્રવાત પ્રવેશવાની અપેક્ષા હોવાથી હું ગુજરાતના ભાજપ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ પૂરા ગુજરાતમાં લોકોને મદદ કરવા પર તેમનું ધ્યાન આપે. આપણા કાર્યકર્તાઓએ દરેક સંભવિત મદદ માટે સમર્પિત રહેવું જોઈએ અને સહ-નાગરિકો સાથે ખભેથી ખભા મેળવીને ઊભા રહેવા જોઈએ. આ ટ્‌વીટે તરત જ રોષભર્યા પ્રતિભાવ ઉત્પન્ન કર્યો, જેઓએ આ ટ્‌વીટમાં ભારોભાર અસંવેદના અને રાજનૈતિક તકવાદની ઝાંખી જોઈ. બીજાઓએ વ્યક્ત કર્યું કે શું તે ખરેખર આ દેશના વડાપ્રધાન છે કે માત્ર ગુજરાતનું જ પ્રતિનિધિત્વ કરે છે ? સલોની શાહન્‌સ નામની એક મહિલાએ ટ્‌વીટ કરી અહીં તામિલનાડુ આંધ્રમાં ચક્રવાત અને ત્યાં ગુજરાતમાં ચૂંટણી… કદાચ તમે જ જાણો કે આપણા પીએમ ક્યાંથી મુલાકાત લેશે ?
એક ડાબેરી પક્ષના નેતા કોડિયેરી બાલક્રિષ્નને કહ્યું, ઓખીને રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરવાની જગ્યાએ વડાપ્રધાન મોદી કેરળ અને તામિલનાડુમાં ચક્રવાતને કારણે થયેલ તબાહી પર ચૂપ રહ્યા. વ્યક્તિત્વ રીતે રાજ્યના લોકોની પીડાને સ્વીકારવામાં તેમની શિથિલતા ચોખ્ખી દેખાઈ આવે છે. હવે તેમના માટે તેમણે જ કહેવું જોઈએ કે તેઓ દેશના વડાપ્રધાન છે કે ગુજરાતના. કેરળના સીપીઆઈ રાજ્ય સચિવ કાનમ રાજેન્દ્રએ નિવેદન આપ્યું કે મોદીને ચક્રવાત જ્યારે તેમના ઘર-આંગણે આવ્યો ત્યારે તેના પર ટિપ્પણી કરવાની જરૂર લાગી. એ આશ્ચર્ય પમાડે છે કે મોદીને કેરળ અને તામિલનાડુના નાગરિકોને સાંત્વના આપવાનો સમય ન મળ્યો કે જે છ દિવસોમાં ઓખી કેરળ અને તામિલનાડુમાં વિનાશ વરસાવતો હતો.
શશિધરન પઝૂરે ટ્‌વીટ કરી હતી કે તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં મોટી ચક્રવાત આપત્તિ સેંકડો માછીમારો દરિયામાં ખોવાયા, પણ મોદીને કાંઈ રસ નથી કારણ કે આ ત્રણ જગ્યાએ કોઈ ચૂંટણી નથી.
માય ફેલો ઈન્ડિયન્સ નામક ટ્‌વીટર હેંડલે ટ્‌વીટ કરી.
‘‘કન્યાકુમારીમાં પનાં મોત,
રર માછીમારો લાપતા,
મોદી ગુજરાત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત,
એક ટ્‌વીટ પણ નહીં.
મોદીનો રાજનૈતિક શત્રૂ હાર્દિક પટેલ વડાપ્રધાન પર હુમલો કરતાં કહે છે કે, રાજ્યના અમલદારો પર વિશ્વાસ ન રાખતાં કારણ કે બધા જ સાહેબની આકરીમાં રોકાયેલા છે. તેની ટ્‌વીટ પ્રમાણે ચક્રવાત ઓખીનું ગુજરાતમાં આગમન થવાની અપેક્ષા છે. તમે બધા સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જાવ. વહીવટીતંત્ર પર આશરો ન રાખશે તેઓ સાહેબની સેવામાં રોકાયેલા છે. ચક્રવાત ઓખી, શાંત પડ્યા પછી તામિલનાડુ અને કેરળના દરિયા કિનારે આવ્યા બાદ ઓછામાં ઓછા ૩૯ લોકોનાં જીવ લીધા અને ૧૬૭ માછીમારો હજી ખોવાયેલા જ હતા.