(એજન્સી) બેઇઝીગ તા. ૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે પ્રસ્તાવિક બેઠકના પહેલાં બેઇજિંગે જાહેરાત કરી છે. ચીનએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આ સપ્તાહમાં વુહાનમાં યોજાનાર અનૌપચારિક શિખર સંમેલનમાં વૈશ્વિકરણ અને વધતા સંરક્ષણવાદના જોખમો અંગે ચર્ચા કરશે. અને વિશ્વને ઘણી ‘સકારાત્મક બાબતો સાંભળવા’ મળશે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે જાહેરાત કરી હતી કે વડાપ્રધાન મોદી અને જિનપીન્ગ દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ૨૭-૨૮ એપ્રિલના ચીનની મધ્યમાં વુહાન શહેરમાં મળશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે જણાવ્યુ છે કે, વુહાનમાં બન્ને નેતાઓ મહત્વના વ્યૂહાત્મક મુદ્દા સાથે વિશ્વમાં થઇરહેલ તાજા ઘટનાક્રમ પર વિચારોનું વિનિમય કરશે. મોદી અને જિનપિંગની બેઠક પછી વ્યાપાર અને સંરક્ષણવાદ, ખાસકરીને સંરક્ષણવાદી ઉપાયોને લઇ અમેરિકાની મનસ્વી ક્રિયાઓના સંદર્ભમાં કોઇ સંયુક્ત સંદેશને લઈને પ્રવક્તાથી કહ્યું કે, તેઓ બેઠક પહેલાં કશું કહી શકતા નથી, પરંતુ તે ચોક્કસ છે કે બંને નેતાઓ આ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને વિચારોનું વિનિમય કરશે. મને વિશ્વાસ છે કે તમને ખૂબ જ સકારાત્મક બાબતો સાંભળવા મળશે.