(એજન્સી) તા.૧પ
એલ્ગર પરિષદના મામલામાં સાંસ્કૃતિક કળા કબીર કલા મંચ (કેકેએમ)ના ગાયકો અને કાર્યકરોની ધરપકડ કરવા માટેના એક કારણ તરીકે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પેરાડિકલ ગીતો ગાવામાં આવ્યા છે એવું કારણ દ્ગૈંછ દ્વારા આપવામાં આવ્યું છે. કેકેએમના ગાયક સાગર ગોરખે (૩૨) અને રમેશ ગૈચોર (૩૮) દ્વારા આ ગીતો ગાવામાં આવ્યા હતા અને તેમની ધરપકડને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં કરેલી અરજીના જવાબમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ તેમના ગીતો ટાંક્યા છે જે નરેન્દ્ર મોદી અને ભાજપના કેટલાક લોકોની ટીકા કરે છે અને આ ધરપકડના એક કારણ તરીકે ભાજપની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો છે એવું દેખાય છે.
એનઆઈએએ તેના પ્રતિસાદમાં તેમના ગીતોનું અનુવાદિત કરેલું સંસ્કરણ રજૂ કર્યું હતું. આ ગીતોમાં મોદીની મજાક કરવામાં આવી છે અને કહેવાતા ‘ગાય તકેદારી’ જૂથો, રામ મંદિર અને બ્રાહ્મણવાદી આદેશો વિશે ભાજપની રાજકીય કાર્યસૂચિ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.
આ ગીતોમાં કહેવામાં આવ્યું છે કે “…મારૂં નામ ભક્તેન્દ્ર મોદી છે. મારી વાણી સરળ છે. મારૂં જીવન નિર્વાહ સરળ છે અને મારો કોટ પણ લાખોમાં એક છે. અરે, અહીં કોણ છે ? મારા વિરોધી તરફ ધ્યાન આપશો નહીં… મારૂં ભાષણ સરળ છે, મારૂં જીવનનિર્વાહ સરળ છે, પરંતુ, જો કોઈ મારો વિરોધ કરે, તો તેનું પતન નિશ્ચિત છે,” એનઆઇએ દ્વારા કેકેએમના આ એક ગીતનું ભાષાંતર કરવામાં આવ્યું છે.
બીજા એક ગીતમાં, મોદીના માસિક રેડિયો પ્રોગ્રામ “મન કી બાત” પર ધ્યાન દોરતા, સાંસ્કૃતિક વ્રણ અને તરસ છિપાવવા માટે અને ભૂખ મટાડવા માટે જ્યારે ગૌમૂત્ર પીવાનું અને ગોબર ખાવાનું કહેવામાં આવે છે અને આ ગીત કહે છે કે “શાકાહારી બનો… શાકાહારી ભોજન એ શ્રેષ્ઠ ભોજન છે. તમારી પાસે અચ્છે દિન, અચ્છે દિન, અચ્છે દિન આવી ગયા છે” અને આ ગીત સમાપ્ત થાય છે.
જો કે આ ગીતો મૂળ મરાઠીમાં ગાવામાં આવ્યા હતા, ત્યારે સેન્ટ્રલ એજન્સીએ તેની એપ્લિકેશનમાં ફક્ત ગીતોનો અનુવાદ પ્રદાન કર્યો છે. જો કે ધ વાયર, આ ભાષાંતર આ ગીતોના મૂળ સંસ્કરણ મુજબ સાચું છે કે નહીં તેની પુષ્ટિ કરવામાં સમર્થ ન હતું. કેકેએમ તેના વિરોધાભાસી ગીતો માટે પ્રખ્યાત છે અને સરકાર અને તેની લોક વિરોધી નીતિઓ વિશે તેઓ બોલે છે. ભૂતકાળમાં પણ કેકેએમ એ કોંગ્રેસ સરકારની પણ ટીકા કરી હતી.
આ ગીતોની સાથે, એજન્સીએ ૨૦૧૧ અને ૨૦૧૨ ના પુરાવાઓ પણ ટાંકયા છે અને દાવો કર્યો છે કે કેકેએમ કાર્યકરો ફરાર નક્સલી નેતા મિલિંદ તેલતુંબડે સાથે સંપર્કમાં હતા. રસપ્રદ વાત એ છે કે તે પુરાવા અગાઉની ચાર્જશીટનો એક ભાગ છે જેમાં ગોરખે અને ગૈચોર બંનેના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા નોંધાયેલા કેસમાં, બંનેને ૨૦૧૩ થી લઈને ૨૦૧૭ની શરૂઆતમાં ચાર વર્ષ જેલની સજા સંભળાવી હતી. જ્યારે અગાઉના કેસમાં સુનાવણી હજી બાકી છે, ત્યારે એનઆઈએએ પણ આ આક્ષેપોનો ઉપયોગ કર્યો છે. ગઢચિરોલીના જંગલોમાં ‘કાવતરૂં કરવા અને હથિયારોની તાલીમ’ વિશે ટાંકીને આ બંને ગાયકો સામે ભૂતકાળનો કેસ ફરી ખોલવામાં આવ્યો છે. આ દાવાને સમર્થન આપવા માટે એનઆઈએએ ચાર્જશીટમાં એક સાક્ષીનું નિવેદન જોડ્યું છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બંને મિલિંદ તેલતુંબડેને મળ્યા હતા અને શહેરી જગ્યાઓમાં નક્સલવાદ ફેલાવવાની તેમની યોજનાઓની ચર્ચા કરી હતી. મુંબઈની એનઆઈએ ઓફિસમાં ઘણા દિવસો સુધી પૂછપરછ કર્યા બાદ ૭ સપ્ટેમ્બરે એલ્ગર પરિષદના મામલે ગોરખે અને ગૈચોરની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેની ધરપકડ પછી તરત જ તેમના મિત્રોની પૂર્વ-રેકોર્ડ કરેલ વીડિયો મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ એનઆઈએ દ્વારા આ કેસમાં અગાઉથી પકડાયેલા અન્ય કાર્યકરો અને વકીલો વિરૂદ્ધ નિવેદનો આપવા દબાણ કરે છે. જોકે, આ અરજીના જવાબમાં દાવો કરવામાં આવ્યો છે કે કાયદાકીય અધિકારની વિરૂદ્ધ તેમની આ “માનક વ્યૂહરચના” છે. એનઆઈએએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્થાનિક પૂના પોલીસે નોંધાવેલી અસલ એફઆઈઆરમાં આ બંનેના નામ પહેલાથી જ આરોપી તરીકે હતા અને આ કેસની તપાસ આ વર્ષે ૨૪ જાન્યુઆરી સુધી કરવામાં આવી હતી, જ્યારે આ કેસ અચાનક એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ એવો દાવો કર્યો છે કે તેઓનું આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હોવાથી, તેઓએ આ કેસમાં સાક્ષી બનાવવાનું ક્યારેય વિચાર્યું ન હતું. ગોરખે અને ગૈચોર એ ૧૬ વ્યક્તિઓ પૈકી છે, જે બધા કાર્યકરો, વકીલો અને શિક્ષણવિદો છે, અને જેમની ૨૦૧૮ની એલ્ગર પરિષદના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. ગોરખે અને ગૈચોર બંને પૂણે સ્થિત જાણીતા ગાયકો અને જાતિ વિરોધી કાર્યકરો છે. તેઓ ‘ભીમા કોરેગાંવ શૌર્ય દિન પ્રેરણા અભિયાન’નો ભાગ હતા – એક બેનર હેઠળ એલ્ગર પરિષદનો કાર્યક્રમ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પૂણેના શનિવારવાડા વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, આ વિસ્તાર મુખ્યત્વે બ્રાહ્મણ હબ તરીકે ઓળખાય છે. હિન્દુ કટ્ટરવાદી તુષાર દામગુડેની ફરિયાદના પગલે પોલીસે પુનામાં મરાઠા અને દલિતો વચ્ચે બે સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવાના પ્રયાસ કરવાના આરોપમાં એફઆઈઆરમાં છ વ્યક્તિઓના નામ આપ્યા હતા. આખરે, તેમાં વધુ નામો ઉમેરવામાં આવ્યા હતા અને દેશભરમાંથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી.
(સૌ. : ધ વાયર.ઈન)