અમદાવાદ,તા.૧ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ સામ-સામે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ઓબીસી એકતા મંચના નેતા અને કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યકિતગત પ્રહારો કર્યા છે. અલ્પેશે મંગળવારે કહ્યું કે મોદીનો રંગ પહેલાં કાળો હતો પરંતુ હવે મોદીના ગાલ લાલ છે તેમણે કહ્યું કે મોદી દરરોજ ચાર લાખ રૂપિયાના મશરૂમ ખાય છે જેના કારણે તેમના ગાલ લાલ થઈ રહ્યા છે. એક સભા સંબોધિત કરતા અલ્પેશે કહ્યું કે કોઈએ મને પૂછયું કે પીએમ મોદીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે ? મેં વિચાર્યું કે આખરે શું હોઈ શકે છે પછી મને લાગ્યું કે કંઈક તો છે. આજથી ૩પ વર્ષ પહેલાની તસવીરો જોઈ લો પીએમ મોદી મારી જેમ ડાર્ક જ હતા. અત્યારે જુઓ કેવા થઈ ગયા છે તો પછી એવું તે શું તેઓ ખાઈ રહ્યા છે કે તે લાલ થઈ રહ્યા છે ? પછી મને જાણવા મળ્યું કે તેઓ મશરૂમ ખાઈ રહ્યા છે અલ્પેશે કહ્યું કે આ આપણા જેવા ગરીબો ન ખાઈ શકે કેમ કે આ ગરીબોનું સસ્તું ખાણું નથી આ ખાસ મશરૂમ અંગે મે માહિતી મેળવી તો ખબર પડી કે પડી કે આ કોઈ સામાન્ય મશરૂમ નથી. પી.એમ મોદી જે મશરૂમ ખાય છે તે તાઈવાનથી મંગાવવામાં આવે છે. આ એક મશરૂમની કિંમત ૮૦ હજાર રૂપિયા છે અને મોદી દરરોજ ચાર લાખ રૂપિયાના મશરૂમ ખાય જાય છે એક મહિનામાં તો પીએમ મોદી માત્ર મશરૂમ ખાવામાં એક કરોડ ર૦ લાખ રૂપિયા ખર્ચી નાખે છે.
મોદી કાળા હતા, પણ રૂા.૮૦ હજારનું એક એવું વિદેશી મશરૂમ ખાઈને ગોરા બન્યા : અલ્પેશ ઠાકોર

Recent Comments