નવી દિલ્હી, તા. ૨૪
ફિલ્મ પદ્માવતીના સતત હોબાળા વચ્ચે મુંબઇના ફિલ્મમેકરની વિવાદિત ટિ્‌વટ વાઇરલ થઇ રહી છે. ટિ્‌વટમાં સુબ્રમણ્યમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂતું અથવા ચપ્પલ મારનારને એક લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. ફિલ્મમેકર સુબ્રમણ્યમે દાવો કર્યો છે કે, તેઓ ઘણા આંદોલન કરી ચૂક્યા છે. ફિલ્મ પદ્માવતી પર ઊભા થયેલા વિવાદથી આ શખ્સ ઘણો નારાજ દેખાઇ રહ્યો છે. ટિ્‌વટમાં આ વ્યક્તિ રહી રહી છે કે, ઉતાવળે નહીં પરંતુ હંુ તેને એક લાખ રૂપિયા આપીશ જે પ્રધાનમંત્રી મોદી પર જૂતું ફેંકશે. ભારતની નવી સંસ્કૃતિમાં આપનું સ્વાગત છે આ સંસ્કૃતિની આધારશીલા ભાજપે મુકી છે.