(એજન્સી) ચેન્નાઈ, તા.૧ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રક્રિયા ઉપવાસ પર હોવા છતાં દેશના સૌથી મોટા “ડીફેન્સ એકમો” ર૦૧૮નું ઉદ્‌ઘાટન કરવા ચેન્નાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમને એરપોર્ટ પર કાળા વાવટા બતાવી વિરોધ કરાયો હતો. દેખાવકારોએ મોદી પાછા જાવના સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલમાં તામિલનાડુમાં કાવેરી જળ વિવાદ મુદ્દે ખેડૂતો અને રાજનેતાઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એરપોર્ટ નજીક વજા વિરિમે કાશી નેતા વેલમુરગન અને ઘણા પ્રદર્શનકારીઓએ જોરદાર હંગામો કર્યો અને પ્રદર્શનકર્યા. ત્યાં હાજર પોલીસે તેમની તરત જ અટકાયત કરી હતી.
આંદોલનના પગલે ચેન્નાઈમાં યોજાનાર આઈપીએલ મેચો રદ કરાઈ છે.
વડાપ્રધાન મોદીએ મહાબલીપુરમ ખાતે ડીફેન્સ એક્ષ્પો-ર૦૧૮નું ઉદ્‌ઘાટન કર્યું હતું. મોદી ચેન્નાઈ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, મુખ્યમંત્રી પલાનીસ્વામી, ઉપમુખ્યમંત્રી પનીરસેલવમ, રક્ષામંત્રી નિર્મલા સિતારામને તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે ૪૦ કિ.મી. દૂર થીરુવન્દાથી ડીફેન્સ એક્ષ્પો ખાતે આવી પહોંચ્યા હતા.
એરપોર્ટ બહાર ફિલ્મ નિર્દેશ ભારથીરાજા અમીર, વેત્રીમારન, ગૌથામલ વગેરે ધરણામાં જોડાયા હતા.
ડીએમકેના પ્રમુખ એમ.કે.સ્ટાલીને મોદીની મુલાકાતમાં વિરોધ દર્શાવ્યા કાળા કપડા પહેર્યા હતા. તેમની સાથે કોંગ્રેસ, ડાબેરી દળો અને પ્રાદેશિક પક્ષો પણ વિરોધમાં જોડાયા હતા. તમામે કાળા કપડાં પહેર્યા હતા. ડીએમકેના વડામથકે કારણે વાવટો ફરકાવવામાં આવ્યો હતો. બીમાર ડીએમકે નેતા કરૂણાનિધિનો કાળા શર્ટમાં વિલ ચેરમાં બેઠેલા ફોટો વાયરલ કરાયો હતો. કાવેરી બોર્ડ રચનાના વિલંબ બાબતે સમગ્ર તામિલનાડુમાં આજે કાળા કપડાં પહેરી લોકોએ વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. હવે કેન્દ્ર જાગે અને પગલાં ભરે તેમ સ્ટાલીને ટ્‌વીટ કરી જણાવ્યું હતું. વડાપ્રધાને લોકોના વિરોધથી બચવા પોતાના કાર્યક્રમોના સ્થળે હવાઈ મુસાફરી કરી હતી.એમડીએમકે નેતા વાંચકોએ રાજભવન પાસે ધરણા યોજ્‌યા હતા. તેમણે ભાજપની કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી કહ્યું કે, કાવેરી મુદ્દે ભાજપે ખેડૂતો સાથે દોર કર્યો છે. ચેન્નાઈના પૂર્વ મેયરના નિવાસે વિશાળ કાળો ફુગ્ગો આકાશમાં તરતો મૂકાયો હતો. મદ્રાસ આઈઆઈટી હેલીપેડ બનાવાયું હતું.