(એજન્સી) મુંબઇ,તા.૨૨
મુંબઈ કોંગ્રેસ અને લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા સૂફી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચિસ્તીની દરગાહમાં પ્રથમ ચાદર પેશ કરવામાં આવશે. ખ્વાજ ગરીબ નવાઝની દરગાહ જે શાંતિ, સુમેળ અને ભાઈચારાનું પ્રતીક હોવાના મેસેજ સાથે આ ચાદર પેશ કરવામાં આવશે. શહેરના પ્રેસિડેન્ટ સંજય નિરૂપમે જણાવ્યું કે, ખ્વાજા સાહેબ ભારતમાં મહાન આધ્યાત્મિક પરંપરાના પ્રતીક છે. એમને ગરીબ નવાઝ કહેવામાં આવે છે,
ભવિષ્યની પેઢી માટે તેઓ માનવતાની સેવાનાં પ્રેરણા સ્ત્રોત રહેશે. અમે બધા ધર્મોનો આદર કરીએ છીએ કારણ કે ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે, અમે “મોદી મુક્ત ભારત”ની દુઆ પણ કરીએ છીએ કારણ કે, હાલમાં દેશ ખૂબ જ કટોકટી અને ઘણા ચેલેન્જોનો સામનો કરી રહ્યો છે જેનું મૂળ કારણ હાલની સરકારનું નબળું કામકાજ છે. ઇબ્રાહિમ ભાઈજાન પૂર્વ મહારાષ્ટ્ર રાજ્ય હજ કમિટી ના ચેરમેન અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટએ પણ કોંગ્રેસ તરફ થી નિવેદન આપ્યું છે. મુંબઈ કોંગ્રેસની પ્રથમ ચાદર અજમેર શરીફના ઉર્સ પ્રસંગે અમારી ટીમ અજમેર દરગાહ જશે અને ૨૪ માર્ચે ચાદર પેશ કરશે. આ ચાદર શાંતિ અને સંવાદિતાનું પ્રતીક હશે અને કોંગ્રેસ પાર્ટી ધર્મનિરપેક્ષતામાં માને છે. અને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ ખ્વાજા સાહેબના દરબારમાં ચાદર પેશ કરે છે. બધા લોકો મોદી સરકાર થી હેરાન થઈ ગયા છે.અને “મોદી મુક્ત ભારત” ઈચ્છે છે. અમે એ પણ દુઆ કરીશું કે આગામી પીએમ રાહુલ ગાંધી જેવા નેતા હોય. આવા શુભ દિવસ પર મુંબઈ કોંગ્રેસના લઘુમતી નેતા જેમ કે ઝાફર અન્સારી, ગફુર ભાઈ, શાહબુદ્દીન, સાદિક લતીફ ખાન, બાબુભાઈ અને અન્ય કોંગ્રેસ પાર્ટી નેતા અને કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.