(એજન્સી) મેઘાલય, તા.ર૦
મેઘાલયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તુરા જિલ્લામાં જનસંપર્ક કાર્યક્રમની રેલીને સંબોધન કરતાં કહ્યું કે મોદી સરકાર પોતાની પાર્ટીનો અંત માણી ગયેલ જે મોદી સરકારે પ્રજાને આશાવાદ, સુરક્ષા અને આર્થિક વિકાસને બદલે માત્ર નિરાશા, બેરોજગારી, ભય, ઘૃણા અને હિંસાનો માહોલ આપ્યો છે. સાક્ષરતાના સંદર્ભમાં મેઘાલયના વિકાસમાં કોંગ્રેસના ફાળા વિશે કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં મેઘાલય દેશનું સૌથી વધુ શિક્ષિત રાજ્ય છે જેમાં પ્રાથમિક શાળામાં સૌથી વધુ પ્રવેશ મહિલાનો છે. રાહુલ ગાંધીએ મેઘાલયની અગાઉની મુલાકાત દરમિયાન પાર્ટીના ચૂંટણી અભિયાનને શાંતિ માટે ઉજવણી તરીકે પ્રચાર કર્યો હતો. તેમણે ભાજપ કે પીએમ મોદીનું નામ લીધા વિના લોકોને નફરત અને ઘૃણાની રાજનીતિ ફેલાવતા લોકોથી ચેતવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જો આપણે અંદરો-અંદર ઝઘડા કરીશું તો સમાજમાં માત્ર નફરત જ ફેલાશે નહીં પરંતુ દેશના મૂળિયા નબળા પડી જશે. આપણે આપણા જ લોકોની નજરમાંથી ઉતરી જઈશું. આપણે આપણી દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના વારસો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશવાસીઓએ તેમની ભાષા, ધર્મ, સંસ્કૃતિ, સમૃદ્ધિનો ગર્વ કરવો જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મેઘાલયના વિભિન્ન સંસ્કૃતિની સંસ્થાના ધર્મગુરૂને મળ્યા હતા. મેઘાલયમાં ર૭મી ફેબ્રુ.એ વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીનું પરિણામ ૩ માર્ચે જાહેર કરવામાં આવશે.
મોદી સરકારે બેરોજગારી, ભય અને નફરત આપી : રાહુલ ગાંધી

Recent Comments