(એજન્સી) તા.૮
વણઉકેલ્યા ઉકેલો
એ આશ્ચર્યજનક છે કે નરેન્દ્ર મોદી સરકાર ભારતની સમસ્યાઓ એક પછી એક કેવી રીતે “હલ” કરવાની દિશામાં આગળ વધી રહી છે. દાખલા તરીકે, ડિમોનેટાઇઝેશનને ધ્યાનમાં લો. જેના માટે દાવો કરાયો હતો કે આનાથી, કાળા નાણાં, નકલી નોટો અને આતંકવાદના ભંડોળનો અંત લાવશે. સત્ય શું છે ? અર્થવ્યવસ્થા ઉથલપાથલ છે (અને રોગચાળા પહેલાની સ્થિતિ પણ આ જ હતી). ટેક્સ/જીડીપી રેશિયો ૨૦૧૭-૧૮માં ૧૧.૨૨% હતો તે ઘટીને ૨૦૧૯-૨૦માં ૯.૮૮% થયો છે. બજારમાં પહેલા કરતા વધારે રોકડ છે (આર્થિક વિકાસના દરને મોટા અંતરે વટાવીને) બાંધકામ ક્ષેત્ર (જે અન્ય ૧૫૦ સાથી ઉદ્યોગોને ટેકો આપે છે) ધરાશાયી થયું, અને ત્યારથી સરકાર તેને ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે; લાખો દૈનિક વેતન મજૂરોએ મહિનાઓ સુધી વેતન ગુમાવ્યું અને આ કાળા નાણાંની સમસ્યાનું સરકારના ‘નિરાકરણ’ની એક ઝલક છે. મોદી સરકારે ચૂંટણીલક્ષી બોન્ડ્‌સ યોજના દ્વારા રાજકીય પક્ષોને મળતા અનામી, અમર્યાદિત દાનને કાયદેસર બનાવી દીધું. હવે, કોઈ પણ કોર્પોરેટ અથવા ધનિક વ્યક્તિ કોઈ બેરિયર બોન્ડ (કે જે રોકડ જેવું જ છે) ખરીદીને રાજકીય પક્ષને કોઈ પણ રકમનું દાન આપી શકે છે અને દાતા કે પ્રાપ્તકર્તા રાજકીય પક્ષે તેને જાહેર કરવાની જરૂર નથી. કોંગ્રેસ હેઠળ, બિનહિસાબી, અપ્રાપ્ય દાન હજી પણ ગેરકાયદેસર હતા. હવે, તે કાયદા દ્વારા કાયદેસર છે. અને હવે, આવા વધુ એક નિરાકરણ માટે તમારા શ્વાસ થોભોઃ આરબીઆઈના આંતરિક કાર્યકારી જૂથે (ૈંઉય્) ભલામણ કરી છે કે મોટા કોર્પોરેટ્‌સને બેંકોની માલિકીની મંજૂરી આપવામાં આવે. એટલે કે, એવા જ લોકો કે જેઓ તેમના ધંધા ચલાવવા માટે બેન્કો પાસેથી મોટી લોન ઉધાર લે છે અને જેઓ વારંવાર ચુકવણી કરતા નથી, હવે તેઓને બેન્કોની માલિકીની મંજૂરી આપવામાં આવશે ! આવી રીતે મોદી સરકાર આપણી સમસ્યાઓનું સમાધાન લાવે છે.
– એસ રાઘોથમ
(સૌ. : ડેક્કન હેરાલ્ડ.કોમ)