(એજન્સી) નવી દિલ્હી તા.૭
આગામી સમયમાં રજૂ થનાર પુસ્તક દિલ્હી રાયોટ્‌સ ૨૦૨૦ઃ ધ અન ટોલ્ડ સ્ટોરીના લેખકો દિલ્હી પોલીસ કમિશ્નરને મળ્યા હતા અને પુસ્તકના પૂર્વ પ્રકાશકો નંદીની સુંદર અને અન્ય ખ્યાતનામ લેખકો અને પત્રકારો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. લેખકોએ એમની સામે છેતરપિંડી, વિશ્વાસઘાત સમેત આઈ.પી.સી.ની અન્ય કલમો હેઠળ આક્ષેપો મૂક્યા છે. વકીલ મોનિકા અરોરાની આગેવાની હેઠળ લેખકો કમિશ્નરને મળ્યા હતા. ફરિયાદમાં નામ ધરાવતા મોટાભાગના લોકોએ ફરિયાદનો વિરોધ કર્યો છે. પ્રો. નંદની સુંદરે કહ્યું છે કે મને હાલમાં જ મોનિકા અરોરા દ્વારા દાખલ થયેલ ફરિયાદની નકલ મળી છે. જેમાં તેઓ જણાવે છે કે ‘‘જોકે મને નંદીની દ્વારા કાયદાકીય નોટિસ મળી હતી જેમાં આમુખ અને પુસ્તકના એક ચેપ્ટર સામે પ્રશ્ન કર્યો છે. લોકો આ પુસ્તક કેવી રીતે મેળવી શકશે. હાલમાં આ પુસ્તકની ફક્ત ૧૦૦ નકલો જ છે જે મને મોકલવામાં આવી છે. આમ, એ હકીકત જાણવા છતાંય કે આ ચોરાયેલ મિલકત છે તેમ છતાંય ઉપરોક્ત મીડિયા હાઉસ અથવા સુંદરે બંનેમાંથી કોઈએ પણ સત્તાવાળાઓના ધ્યાનમાં લાવવા માટે કાયદાકીય પગલાં લેવા વિચાર્યું નથી.” પુસ્તકની વિષય વસ્તુ બાબતે ૨૨ ઓગસ્ટથી ટ્‌વીટો અને ન્યુઝ રિપોર્ટસ દ્વારા ચર્ચા થઇ છે, જ્યારે પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિએ પોતે ટ્‌વીટ કરી લખ્યું હતું કે “હવે પુસ્તક જાહેર થઇ ગયું છે.” મોનિકા અરોરા જ નિર્ણય કરી શકે છે કે આવા રિપોર્ટસ ચોરાયેલ મિલકતના આધારે આપવામાં આવ્યા છે કે કેમ ? તેમ છતાંય એ હજુ સુધી ચુપ કેમ રહી છે ? જો અરોરા અથવા બ્લુમ્સબરીએ આ બાબતે ફરિયાદ કરી નથી તો પછી હું શું કામ સત્તાવાળાઓને જાણ કરવા કાયદાકીય પગલાં લઉં.