અમદાવાદ, તા.૫
દેશના જવાન શહીદ થઈ રહ્યા છે અને દેશના વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઘણી બધી ફરિયાદ છે, પરંતુ દરેક ફરિયાદનો ગુનેગાર સાહેબનો ભક્ત છે. એવી ટિ્‌વટ કરીને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા છે. ભાજપ ઉપર પ્રહાર કરતી ટિ્‌વટમાં હાર્દિકે જણાવ્યું છે કે, કોઈ કૌભાંડી જેલમાં ગયો નથી ! કોઈની પાસેથી કાળું નાણું મળ્યું નથી ! ગંગાની સફાઈ થઈ નથી ! રામમંદિર બન્યું નથી ! કલમ ૩૭૦ હટી નથી ! તો શું આપણા લોકોએ આ સરકાર માત્ર મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે બનાવી હતી કે શું ?? જેવો સવાલ ઉઠાવીને મોદી સરકારમાં પ્રજાના કોઈ કાર્યો થયા ન હોય તેવો આડકતરો ઈશારો કર્યો છે. વધુ એક ટિ્‌વટમાં હાર્દિકે કહ્યું છે કે, બજેટમાં જે યોજના છે. તેનો લાભ વર્ષ ૨૦૨૨ સુધી અમલી થઈ જશે, પરંતુ નેતાઓના પગાર અત્યારથી વધી ગયા.