(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી સમિતિની શુક્રવારે યોજાયેલી પ્રથમ બેઠકમાં આપવામાં આવેલા સૂચનોમાં મોબ લિંચિંગની ઘટનાઓ રોકવા માટે નવો કાયદો બનાવવાની જરૂર હોવાના સૂચનનો સમાવેશ થયા છે. સુપ્રીમકોર્ટના આદેશો પર સોમવારે રચના કરાયેલી સમિતિની હવે પછી યોજાનારી બેઠકમાં સમગ્ર દેશમાં સર્જાયેલી લિંચિંગની ઘટનાઓ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે સમિતિની પ્રથમ બેઠકમાં સભ્યોને સુપ્રીમકોર્ટનો આદેશ હતો અને બધા હિતધારકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. વિચાર વિમાર્શમાં એક મુખ્ય ઘટક ભારતીય ફોજદારી કાયદા (સીઆરપીસી)માં ફેરફાર કરવાનું હતું. બેઠકમાં એક અધિકારીએ આવા મામલોઓને પહોંચી વળવા માટે અલગ કાયદાની આવશ્યકતા માટે અનામતની વાત કહી છે. સૂત્રોએ જણાવ્યું કે સીઆરપીસીની કલમ ૩૫૭ (એ) હેઠળની જોગવાઇઓને ધ્યાનમાં રાખીને મોબ લિંચિંગ પીડિતોને વળતર ચુકવવા માટે કેન્દ્રીય ફંડ બનાવવાનું સૂચન કરી શકે છે. સમિતિ રાજનાથસિંહના નેતૃત્વવાળી મંત્રી પરિષદ (જીઓએમ)ને ચાર સપ્તાહમાં પોતાની ભલામણો આપે તેવી સંભાવના છે. જીઓએમ પોતાનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરશે. સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે ટોળાની હિંસાના આરોપમાં ધરપકડ કરાયેલા લોકોના જામીન મંજૂર કરવા જોઇએ નહીં. અધિકારીઓએ જણાવ્યું કે હવે પછીની સમિતિની બેઠકમાં બાળ તસ્કરી અને પશુઓની તસ્કરી અંગેની અફવાઓનું ઉદાહરણ લેવાની સંભાવના છે. ટોળા દ્વારા હિંસાની ઘટનાઓ આ બંને મુખ્ય કારણોથી સર્જાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમિતિની ઉલ્લેખની શરતોમાં સંસદને લિંચિંગ માટે અલગ કાયદો બનાવવા અને તેના માટે યોગ્ય સજા આપવાના પ્રસ્તાવની ભલામણ કરવાનો સમાવેશ થાય છે. ગૌબા ઉપરાંત સમિતિના અન્ય સભ્યો ન્યાય વિભાગ, કાનૂની મામલાઓ, વિધાન વિભાગ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગોના કેન્દ્રીય સચિવ છે.