(એજન્સી) લખનૌ, તા.ર
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કથિત બાયોપિક જિલ્લા ગોરખપુર રિલીઝ થતા પહેલાં જ બંધ થઈ ગઈ છે. ફિલ્મ નિર્માતા અને નિર્દેશક વિનોદ તિવારીએ ફિલ્મ જિલ્લા ગોરખપુર બંધ કરવાની ઘોષણા કરી દીધી છે.
ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ એ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કે ફિલ્મ જિલ્લા ગોરખપુર યોગી આદિત્યનાથની બાયોપિક છે. ત્યારબાદ પોસ્ટર મુદ્દે વિવાદ વકર્યો હતો. પોસ્ટરમાં ભગવા વસ્ત્ર ધારણ કરેલ શખ્સની પાછળ રિવોલ્વર સંતાડીને ઊભેલો દર્શાવાયો છે એ શખ્સની આબેહૂબ છબિ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી દેખાય છે. જેને લીધે વિવાદ થયો છે. આ ફિલ્મ મોબ લિંચિંગ સાથે સંકળાયેલી હોવાનું ચર્ચામાં છે. પૂર્વ ધારાસભ્ય વિજયકુમાર દુબે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્દેશક વિનોદ તિવારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.