(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૧
ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે કનુભાઇ જોધાભાઇ ગોહીલની માલીકીની વાડી આવેલ હોય અને તે વાડીમાં ઇલેક્ટ્રીક વિજ લાઇન પસાર થતી હોય અને આ ખેતરમાં વીજપોલ પરના ટ્રાન્ફોરર્મ પર વહેલી સવારે મોર બેસેલ હોય અને ખેતરમાંથી દીપડો શિકારની શોધમાં નિકળતા વાડીમાં રહેલા વિજપોલના ટ્રાન્ફોર પર પક્ષી મોરને જોતા શિકારની લાલચમાં દીપડો ટ્રાન્ફોરર્મ પર છલાંગ લગાવતા દીપડો ચાલુ વિજલાઇન પાવરનો શોટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત થયેલ હતું. અને તાત્કાલીક પીજીવીસીએલને જાણ કરી અને વિજ લાઇન બંધ કરાવી હતી. જ્યારે શિકારી ખુદ શિકાર બની જતા આ બનાવની જાણ વાડી માલીકે વનવિભાગને જાણ કરાતા વનવિભાગનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.