(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧૯
મોરબી નજીક હાઈવે પર આવેલી વસુંધરા હોટલમાં ઈંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવતું હોય પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઈંગ્લિશ દારૂનો જથ્થો કાર સહિત કુલ રૂા.૫.૨૫ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. બી-ડિવિઝન પીઆઈ આર.કે. ઝાલા, પીએસઆઈ એ.બી. જાડેજા સહિતની ટીમે બાતમીને આધારે સ્થળ પર દરોડો પાડીને દારૂની ૭૪ બોટલ કિંમત રૂ.૨૫,૯૫૦ અને કાર કિંમત રૂા.૫ લાખ મળી કુલ રૂ.૫,૨૫,૯૫૦ મુદામાલ જપ્ત કરી આરોપી જેન્તી પુનાભાઈ પટેલ હાલ વસુંધરા હોટલ મોરબી અને દીપક ઉર્ફે કાંચા ઉદયસિંહ ઠકુરી રહે.હાલ વસુંધરા હોટલને દબોચી લેવાયા છે જ્યારે અન્ય આરોપી ભરત અભાભાઈ બોરીચા રહે.રાજકોટ અને રાજારામ જીતુરામ બિશ્નોઈ રહે.મોરબી વાળાના નામ ખુલતા બંનેને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.